યજ્ઞ કરતાં સમયે “સ્વાહા” શા માટે બોલવામાં આવે છે, મોટાભાગના લોકો નહીં જાણતા હોય

0
1864

હિન્દુ ધર્મમાં હવન-યજ્ઞ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. જે ઘરમાં નિયમિત રૂપે યજ્ઞ થતું હોય તેવા ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે. અને યજ્ઞ દરમિયાન મંત્રોચ્ચારણ ના અંતમાં અગ્નિમાં કોઈ પણ પદાર્થ નાખવામાં આવે અને તે સમયે સ્વાહા બોલવામાં આવે.

જો મંત્રોચ્ચારણ વખતે સ્વાહા બોલવામાં ના આવે તો તે યજ્ઞ પુરુ માનવામાં નથી આવતું. મંત્રોચ્ચારણ પછી સ્વાહા  કેમ બોલવામાં આવે છે તેના વિશે આજે તમને જણાવીશું.

પૌરાણિક કથા અનુસાર અગ્નિદેવના લગ્ન રાજા દક્ષની પુત્રી સ્વાહા સાથે થયું હતું અને અગ્નિદેવ દરેક પદાર્થ પોતાની પત્ની સ્વાહા ના માધ્યમથી ગ્રહણ કરતા હતા. અને તે જ કારણના લીધે જે કોઈ પદાર્થ અગ્નિમાં નાખવામાં આવે ત્યારે મંત્ર ઉચ્ચારણ પછી સ્વાહા બોલવામાં આવે છે જેનાથી અગ્નિદેવ પ્રસન્ન થઈને તેનું ગ્રહણ કરે છે.

તે જ માન્યતા અનુસાર કોઈ પણ પદાર્થ અગ્નિમાં નાખવામાં આવે તો તેને તેના પ્રિય દેવતા સુધી પહોંચાડવા માટે સ્વાહા બોલવામાં આવે છે તેનાથી તે સીધો દેવતાઓ સુધી પહોંચી જાય છે. અને દેવતાઓ તેને ગ્રહણ કરીને પ્રસન્ન થાય છે.

જો યોગ્ય સમયે સ્વાહા બોલવામાં ના આવે તો અગ્નિમાં ચઢાવવામાં આવેલી વસ્તુઓનો દેવતા ગ્રહણ નથી કરતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here