વર્લ્ડકપ ૨૦૧૯ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, વિરાટ કોહલી કપ્તાન અને રોહિત શર્મા ઉપ કપ્તાન

0
276

વર્લ્ડકપ–2019 ને લઈને ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. ભારતીય ટીમની પસંદગી માટે એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સદસ્યોની પસંદગી સમિતિ સોમવાર ના રોજ મુંબઈમાં બેઠક મળી હતી. જેમાં આ ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ની શરૂઆત ૩૦ મે ના રોજ થશે. આ વખતે વર્લ્ડકપ નું આયોજન ઇંગ્લૈંડમાં થનાર છે.

વર્લ્ડકપ ૨૦૧૯ માટે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી આ મુજબ છે. વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર), કેદાર જાદવ, કુલદીપ યાદવ, બૂમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક ને ટીમમાં જગ્યા આપવામાં આવેલ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા icc 2019 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. આ 15 સદસ્યોની ટીમમાં વિરાટ કોહલીને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ક્યારે “હિટમેન” રોહિત શર્મા ને ઉપકપ્તાન ની જવાબદારી સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં આગલા મહિને શરૂ થનાર વર્લ્ડ કપ માટે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને પણ જગ્યા આપવામાં આવી છે.

તેમણે 2011માં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ અપાવ્યો હતો. વળી 2015માં તેમની કપ્તાનીમાં ધીમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાડવામાં આવેલ આ મહાકુંભમાં સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here