Whatsapp યુઝર સાવધાન ! ખોટા મેસેજ મોકલીને લોકોનું એકાઉન્ટ હેક કરે છે હેકર્સ

0
541

Whatsapp એપ્લિકેશન એટલી સિક્યોર કરવામાં આવી છે કે તને કોઈ પણ હેક નથી કરી શકતું. પરંતુ હેકર્સ બધાના એકાઉન્ટ હેક કરવા માટે બીજો રસ્તો અપનાવી રહ્યું છે. Gulf News  ને અનુસાર UAE (સંયુક્ત અરબ અમીરાત) ની ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ તેના ટ્વિટર હેન્ડલ પર એડવાઈઝર કરીને બધાને ચેતાવણી કરી છે કે ફોન પર આવેલા કોઈપણ વેરિફિકેશન કોડ વાડા મેસેજ નો રીપ્લાય ના કરવો. એડવાઈઝર થી એ પણ જણાવવામાં આવ્યું છે કેવી રીતે હેકર વેરિફિકેશન કોડ થી Whatsapp એકાઉન્ટ હેક કરે છે.

આવી રીતે થઈ રહ્યું છે હેકિંગ

જ્યારે પણ આપણે એન્ડ્રોઈડ કે આઇઓએસ ડિવાઇસમાં Whatsapp ને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે Whatsapp થી એક વેરિફિકેશન કોડ આવે છે. તેનાથી એ તપાસ કરી શકાય છે કે તમે એ ફોન નંબર ના માલિક છો  કે નહીં. હેકર ઠગ કરવા માટે આવો જ રસ્તો અપનાવે છે. છ ડિજિટ ના વેરિફિકેશન કોડને બદલે Whatsapp કોડ અને એક લીંક મોકલે છે.

તેની ઉપર ક્લિક કરવાની સાથે વોટ્સએપ બતાવી દે છે કે આ એકાઉન્ટ તમારું છે. તેના પછી તમારું એકાઉન્ટ હેકરના કન્ટ્રોલમાં આવી જાય છે અને પછી તે તમારા દરેક મેસેજ નહીં વાંચી શકે છે અને તમારા મેસેજને બીજી જગ્યાએ સેન્ડ પણ કરી શકે છે.

ભૂલથી પણ શેર ના કરવો  કોડ

ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે મોબાઈલ યુઝર્સ અને એસએમએસ કે કોઈ બીજા મળેલા વેરિફિકેશન કોડ ને કોઈની સાથે શેર કરવો જોઈએ નહીં. નહીં તો તે એકાઉન્ટ હેક થઈ શકે છે. ઘણા એકાઉન્ટ આવી રીતે હેક કરાયા છે.

રિપોર્ટ અનુસાર હેકર્સે એ અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં બધાને મેસેજ મૂક્યા છે. જેનાથી ખબર પડી છે કે ભારતમાં પણ આવા એકાઉન્ટને હેક કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here