વોટ્સઅપ યુઝરને જલ્દી મળશે આ ખાસ ફીચર, લોકો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

0
720

વોટ્સઅપ એ ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા નવું વર્ઝન 2.19.133 અપડેટ રજૂ કર્યું છે. WABetaInfo ના ટ્વીટમાં જણાવ્યા અનુસાર વોટ્સઅપ Dark Mode ફીચર પર કામ કરી રહ્યું છે. જોકે ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ડાર્ક મોડ ફિચર ફક્ત App Bar પર જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એપ બાર વોટ્સઅપનો એ એરિયા છે જે અત્યારે ગ્રીન કલર માં દેખાય છે. જો ડાર્ક મોડને ફક્ત એપ બાર માટે રજૂ કરવામાં આવે તો બાકી ઇન્ટરફેસ અત્યારની જેમ સફેદ કલરનો હશે. નીચે આપવામાં આવેલા સ્ક્રીનશોટ પરથી સારી રીતે સમજી શકાશે.

તમને જણાવી દઈએ કે વોટ્સઅપ એ Dark Mode ફીચરને લઈને ઘણી જાણકારીઓ રજૂ કરી છે. આ વર્ષના માર્ચ મહિનામાં વોટ્સએપ દ્વારા આ ફિચરને લઈને એક સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 2.19.85 બીટા વર્ઝનમાં Dark Mode ને સ્ટેટ્સ બાર માટે રોલઆઉટ કરવામાં આવેલ હતું.

શું છે આ ડાર્ક મોડ ફીચર?

આ ફીચરને ઓન કરવાથી વોટ્સઅપ નું બેગ્રાઉન્ડ બ્લેક કલરનો થઈ જાય છે. જેના લીધે યુઝર લાંબા સમય સુધી કોઈ પણ પરેશાની વગર વોટ્સઅપ પર ચેટિંગ કરી શકે છે, જેથી યુઝર ની આંખો પર કોઈ ખરાબ અસર પડતી નથી. આ સિવાય ડાર્ક મોડ ફીચરને કારણે બેટરી પણ લાંબો સમય સુધી ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here