વોટ્સઅપને કારણે ફોનની સ્ટોરેજ ખતમ થઈ રહી છે તો કરો આ ઉપાય

0
656

આપણે બધા જાણીએ છીએ વોટ્સઅપ એક એવી એપ્લીકેશન છે જેમાં સૌથી વધારે મીડિયા ફાઇલ ને શેર કરવામાં આવે છે. આ મીડિયા ફાઇલ (વિડિયો, ઓડિયો, ફોટોસ વગેરે) પણ ફોનનો સૌથી વધારે સ્ટોરેજ કન્ઝ્યુમ કરે છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે આપણે આપણા ફોનમાં ઓટો ડાઉનલોડ નું ઓપ્શન ઓન રાખીએ છીjએ.

જેમાં મેસેજ માં આવતી કોઈપણ મીડિયા ફાઈલ ઓટોમેટીક ડાઉનલોડ થઈ જાય છે. અને આ આપણા ડેટા અને ફોન સ્ટોરેજ બંનેમાં ઉપયોગ કરે છે. એટલા માટે આજે તમને એવા પ્રયોગ જણાવીશું કે જેનાથી તમે તમારા ફોનનું સ્ટોરેજ ભરાવાથી બચાવી શકો છો.

સેટિંગમાં કરો આ બદલાવ

વોટ્સઅપ સ્ટોરેજ નો સૌથી મોટો પ્રોબ્લેમ મીડિયા ફાઈલસ ને ઓટોમેટિક ડાઉનલોડ કરવો છે. આ સેટિંગ તેના જાતે ઉપલબ્ધ હોય છે. તમે એને મેન્યુઅલી ચેન્જ કરી શકો છો. અને તે કંટ્રોલ કરી શકો છો કે તમારે શું ડાઉનલોડ કરવું છે અને શું નહીં એનાથી તમારા ડેટાની પણ બચત થશે અને સ્ટોરેજમાં પણ ઉપયોગ થશે.

ઓટોમેટીક મીડિયા ફાઇલને એન્ડ્રોઇડ માં આવી રીતે કરવી બંધ

જો તમે એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સઅપ નો ઉપયોગ કરી રહ્યા છો તો. ઓટોમેટીક ડાઉનલોડ ને ડિસેબલ કરવા માટે સેટિંગ માં જવું ત્યાં Media Auto ડાઉનલોડ પર સ્ક્રોલ કરવો અને When Using Mobile Data પર ક્લિક કરી અને ત્યારબાદ ફોટો ઓડિયો વિડિયો ને અનચેક કરી દેવો તેનાથી ઓટોમેટિક ડાઉનલોડ બંધ થઈ જશે. આ તમે when connected on Wi-Fi  અને when roaming ઓપ્શન પર પણ કરી શકો છો.

iOS પર આવી રીતે કરો બંધ

જો તમે એપલ યુઝ કરો છો તો એપ્લિકેશન ખોલવી અને સેટિંગમાં જઇને data and storage usage પર ટીક કરો ત્યારબાદ ફોટો વિડીયો ઓડિયો ડોક્યુમેન્ટ બધાને ઓપન કરી never પર ક્લિક કરવો આમ કરવાથી તમારું ઓટોમેટિક ડાઉનલોડ ડિસેબલ થઈ જશે અને સ્ટોરેજની બચત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here