વોટ્સઅપમાં કોણ કરે છે તમારી ગર્લફ્રેન્ડ સાથે સૌથી વધારે વાત, આ રીતે મેળવો જાણકારી

0
6071

આપણે હંમેશા જાણવાની ઇચ્છા હોય છે કે તમારી પ્રિય વ્યક્તિ કોની સાથે વોટ્સઅપમાં વધારે વાત કરી રહી છે. કોની સાથે એ વોટ્સઅપ સૌથી વધુ સમય પસાર કરે છે. તમે નથી જાણતા કે તમે એ પણ જાણી શકો છો કે તમારા પ્રિય વ્યક્તિએ કોની સાથે વાત કરી. જાણીને નવાઈ પણ લાગશે અને જાણવા માટે ઉત્સુકતા પણ થશે.

ફેસબુકની માલિકીવાળી કંપની વોટ્સઅપ દુનિયાભરમાં વપરાતી સૌથી મોટી મેસેજિંગ એપ્લિકેશન છે. આનો પ્રતિદિવસ કરોડો વપરાશકર્તા આનો ઉપયોગ કરે છે. એક સામાન્ય ચેટિંગ થી લઈને ફોટો, વિડિયો પોતાના મિત્રો તથા પરિવારજનોને શેયર કરવા માટે વોટ્સઅપ એક માધ્યમ બની ગયું છે. વોટ્સઅપનો ઉપયોગ હવે ધંધાકીય રીતે પણ કરવામાં આવી રહ્યો છે.

બ્લૂ ટીક ફીચરને રજૂ કરવું એ સૌથી સારો ઓપ્શન માનવામાં આવે છે, કેમ કે પહેલા તમારા દ્વારા મોકલવામાં આવતા મેસેજને તમારા મિત્ર કે પરિવાજનો એ વાંચેલો છે કે નહીં એ જાણી શકતું નહોતું પરંતુ હવે તમે એ જાણી શકો છો કે તમારો મેસેજ વાંચવામાં આવેલો છે કે નહીં.

આપણે દિવસમાં ઘણો સમય વોટ્સઅપમાં પસાર થતો હોય છે. પરંતુ ક્યારેય તમે એ જાણવાની કોશિશ કરી છે કે તમે પોતે કોની સાથે વોટ્સઅપમાં સૌથી વધારે વાત કરો છો અથવા તો તમારી પ્રિય વ્યક્તિ કોની સાથે વોટ્સઅપમાં વધારે વાત કરે છે? અને સૌથી વધારે ફોટો કે વિડિયો કોની સાથે શેયર કરવામાં આવેલી છે? અમે તમને અહી જણાવીશું કે ફક્ત ચાર સ્ટેપથી તમે આ કેવી રીતે જાણી શકશો.

  • સૌથી પહેલા વોટ્સઅપને ઓપન કરો. હવે જમણી બાજુ ખૂણામાં આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.
  • ત્યારબાદ હવે સેટિંગ પર ક્લિક કરો. હવે ડેટા અને સ્ટોરેજ યુસેજ વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે સ્ટોરેજ યુસેજ પર ક્લિક કરો. અહિયાં તમને એ ગ્રુપ અને વોટ્સઅપ વપરાશકર્તાની વિગત મળશે જેની સાથે સૌથી વધારે વાત કરતાં હશો.
  • હવે ત્યાં કોઈપણ વપરાશકર્તા કે ગ્રુપ પર ક્લિક કરો ત્યાં તમને તમમારા દ્વારા કરવામાં આવેલા ટેક્સ્ટ મેસેજ, સ્ટિકર, ફોટો, વિડિયો અને અન્ય કન્ટેન્ટની જાણકારી મળી રહેશે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here