વોટ્સઅપમાં આવનાર છે આ જોરદાર ફીચર્સ, જાણીને રહી જશો દંગ

0
680

ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે અત્યારે વોટ્સઅપનો ઉપયોગ નહીં કરતો હોય, અત્યારે દરેક વ્યક્તિના મોબાઇલમાં વોટ્સઅપ જરૂર જોવા મળે છે. આજે કોઈ વ્યક્તિને મોબાઇલમાં બીજી કોઈ એપ્લિકેશન હોય કે ના હોય પરંતુ વોટ્સઅપ જરૂરથી હોય છે. અને આ જ કારણથી વોટ્સઅપ પણ પોતાના ફીચર્સમાં ઉમેરો કરતું રહે છે જેથી કરીને તણા વપરાશકર્તાઓને વધુ સરળતા રહે.

ફેસબુકની માલિકી વાળી કંપની વોટ્સઅપ હવે નવું ફીચર્સ ઉમેરવા જઈ રહી છે. આ ફીચર્સ તેને સ્નેપચેટ માંથી કોપી કર્યું છે. હાલમાં જ ઇનસ્ટાગ્રામના વપરાશકર્તાઓમાં વધારો નોંધાયો છે અને આ બધુ થયું છે ઇનસ્ટાગ્રામે કરેલા સ્નેપચેટના ફીચર્સની કોપીને કારણે તેના વપરાશકર્તાઓમા વધારો નોંધાયો છે.

New Feature Whatsapp_02

સ્નેપચેટના ઘણા ફીચર્સ ફેસબુકની માલિકીની કંપની વોટ્સઅપ અને મેસેંજર માં જોવા મળ્યા છે. અને વધુ એકવાર સ્નેપચેટનું ફીચર્સ વોટ્સઅપ દ્વારા ચોરવામાં આવનાર છે. હકીકતમાં, ફેસબુક પોતાની કંપની વોટ્સઅપમાં Self Destruct (સ્વ વિનાશ) ફીચર્સને પોતાના પ્લૅટફૉર્મમાં ઉપલબ્ધ કરવવાની તૈયારી કરી રહ્યું છે.

અત્યારે ફક્ત ટેલિગ્રામ જ એક એવી મેસેંજિંગ એપ્લિકેશન છે જેમાં આ ફીચર્સ ઉપલબ્ધ છે. જ્યાં વોટ્સઅપ પાસે અત્યારે સૌથી વધારે વપરાશકર્તા છે ત્યારે આ મામલે બીજી બધી જ એપ્લિકેશનને ટક્કર આપી રહી છે. અત્યારે તો વોટ્સઅપ પોતાના વપરાશકર્તાને મેસેજ રેવોક જેવુ ફીચર્સ આપી રહી છે જેના માધ્યમથી કોઈને પણ મેસેજ કર્યા બાદ તેને ડિલીટ કરવો હોય તો કરી શકાય છે.

New Feature Whatsapp_04

વોટ્સઅપ દ્વારા જે નવું ફીચર્સ આવનાર છે તેમાં મેસેજ પોતાની જાતે જ અમુક સમય બાદ ડિલીટ થઈ જશે. મતલબ કે આ ફીચર્સની હેઠળ મોકલવામાં આવેલ કોઈપણ મેસેજ એક નિશ્ચિત સમય બાદ તેની જાતે જ ઓટોમૈટિક ડિલીટ થઈ જશે. જેથી તમારે કોઈ અગત્યનો મેસેજ ડિલીટ કરવાનો ભુલાઈ ગયેલ હોય તો હવે એ ચિંતામાંથી મુક્તિ મળશે અને તમારા અગત્યના મેસેજ કોઈ વ્યક્તિ જોઇ નહીં શકે.

અત્યારે તો કંપની ઇનસ્ટાગ્રામના નેમ ટૅગ વાળા ફીચર્સ પર કામ કરી રહી છે. જેને સૌથી પહેલા સ્નેપચેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતું.

New Feature Whatsapp_01

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here