વોટ્સઅપમાં આ રીતે સેટિંગ કરી લો, તમારી ચેટ કોઈ વાંચી નહીં શકે

0
5496

વોટ્સઅપ એક એવી એપ્લિકેશન છે કે જેનો ઉપયોગ દરેક કરે છે. કોઈ નથી વાત કરવી હોય કોઈને પિક્ચર મુકવો હોય કે વીડિયો કોલ કરવો હોય. આ દરેક વસ્તુ માટે વોટ્સઅપ નો ઉપયોગ કરતા હોય છે.

કેમ તો વોટ્સઅપ ની ચેટ end to end encrypted હોય છે. અને કોઈ તેને વાંચી નથી શકતો. પરંતુ જો તમારા ફોનમાં વોટ્સઅપ ખુલ્લું હોય અને તમારો ફોન કોઈના હાથમાં આવી જાય તો એ તમારા દરેક મેસેજ વાંચી શકે છે એટલા માટે જરૂરી છે કે આપણે આ એપ્લિકેશન ને સંપૂર્ણ રીતે સિક્યોર રાખીએ જેથી કોઈપણ આપણી એપ્લિકેશન ને ખોલી ના શકે.

તે માટે કંપનીએ હમણાં વાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફિચર્સ લોન્ચ કર્યું છે જેનાથી તમે તમારી એપ્લિકેશનને સિક્યોર કરી શકો છો. અને કોઈપણ તેને ખોલી નહીં શકે.

Touch ID કે Face ID થી સિક્યોર રાખો વોટ્સઅપ

વોટ્સઅપ એ હમણાં જ તેના યુઝર્સ માટે Touch ID અને Face ID ફીચર્સ લોન્ચ કર્યું છે. આ ફિચર્સ એક્ટિવેટ કર્યા પછી કોઈ તમારો ફોન લઈ લે તો પણ ફેસ આઈડી અને ટચ આઈડી સિવાય નહીં ખોલી શકે.

આવી રીતે કરવું આ ફિચર્સની એક્ટિવેટ

આ iOS ડિવાઇસ માટે છે. અને આ તમારા આઈફોન માં એક્ટિવેટ કરવા માટે વોટ્સઅપ ઓપન કરવું અને પછી સેટિંગમાં ટેપ કરીને Account> Privacy> Screen Lock ઉપર જવું અને ત્યાં Touch ID અને Face ID પર ઓન કરી દેવું. અહીં તમે એ પણ જાણી શકો છો કે એપ બંધ કર્યા પછી કેટલા સમય સુધી Touch ID અને Face ID દ્વારા એપ ખુલી શકે. તમને જણાવી દઈએ કે આ ફીચર્સ iPhone 5s કે તેને પછીના બધા જ iPhone પર અને iOS 9 અને ત્યારબાદના બધા જ વર્ઝન પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here