વોટ્સઅપ લાવી રહ્યું છે ફિંગરપ્રિન્ટ લોક ફીચર : ચેટિંગ બનશે વધારે સુરક્ષિત

0
410

વોટ્સઅપ આગામી દિવસોમાં તેની સુરક્ષા સુવિધાને અપડેટ કરવા જઈ રહ્યું છે. જેથી વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા વધુને વધુ સુરક્ષિત રહી શકે. તે માટે વોટ્સઅપ હવે ફિંગરપ્રિન્ટ લોક ફીચર ની સુવિધા લઈને આવી રહ્યું છે. આ ફીચર લોકોને બીટા વર્ઝન ૨.૧૯.૩ પર આપવામાં આવી રહ્યું છે. આ ફીચર આઈ.ઓ.એસ. માટે રિલીઝ થયેલ Authentication સુવિધા જેવું જ છે. આ ફીચર આવ્યા બાદ આઇફોન વપરાશકર્તાઓ તેમના વોટ્સઅપ ને ટચ આઇડી અને ફેસ આઇડી થી સુરક્ષિત કરી શકશે.

તાજેતરમાં જ વોટ્સઅપ અપડેટ વિશે ખરાબ આપનાર વેબસાઈટ WABetainfo એ પણ પુષ્ટિ આપી છે કે, વોટ્સઅપ યુઝર હવે પોતાના એકાઉન્ટ ને ફિંગરપ્રીન્ટ સિક્યોરિટી થી વધારે સુરક્ષિત બનાવી શકશે. પરંતુ આ ફીચર માટે જરૂરી છે કે મોબાઈલ ફિંગરપ્રિંટ વાળો હોવો જોઈએ.

આ ફીચર ને વાપરવા માટે વોટ્સઅપ ના વર્ઝન ને ૨.૧૯.૩ પર અપડેટ કર્યા પછી યુઝર ને સેટિંગ ના ઓપ્શન માં જાવું પડશે. ત્યાં યુઝર ને Authentication નો નવો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ બીટા વપરાશકર્તા ઓ ની સામે એક સ્ક્રીન દેખાશે. જ્યાં તમારે તમારા ફોનમાં નોંધાયેલા ફિંગરપ્રિન્ટ ને વેરીફાઈ કરવું પડશે. વેરીફાઈ કર્યા બાદ જ્યારે યુઝર પોતાનું વોટ્સઅપ ફરીથી ખોલશે ત્યારે તેને ફીંગર પ્રિન્ટ સ્કેન કરવાની જરૂર પડશે. વોટ્સઅપ એ આ ફીચર ને એન્ડ્રોઇડ બીટા યુઝર પહેલા આઈ.ઓ.એસ. યુઝર માટે ઉપલબ્ધ કરાવી દીધું હતું.

ત્રણ મહિના પહેલા જારી કરવામાં આવેલ આ ફીચર બાદ આઈ.ઓ.એસ. યુઝર વોટ્સઅપ સિક્યોરિટી માટે ટચ આઈ.ડી અને ફેસ આઈ.ડી. authentication નો ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય રીતે વોટ્સઅપ ના નવા અપડેટ અને નવા ફીચર સૌથી પહેલા એન્ડ્રોઇડ બીટા યુઝર ને મળતું હોય છે. પરંતુ આવું પહેલીવાર થયું છે કે જ્યારે કંપનીએ આઈ.ઓ.એસ. પર પ્રથમ કોઈ નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. વોટ્સઅપ હાલમાં ફક્ત બીટા વપરાશકર્તાઓને ફિંગર પ્રિન્ટ પ્રદાન કરી રહ્યું છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે કંપની ટુંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર માટે પણ જલ્દી ફેસ આઈ.ડી. authentication સુવિધા પણ રજૂ કરશે. હવે જોવાનું એ રહેશે કે કેટલું એન્ડ્રોઇડ યૂઝર્સ ને આ ફીચર મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here