વિદુર નીતિ અનુસાર જેમની પાસે હોય છે આ ૬ વસ્તુઓ એ રહે છે હંમેશા સુખી

0
1552

વિદુર પાંડવો અને કૌરવોના કાકા હતા અને ધૃતરાષ્ટ્ર મહારાજા અને પાંડુના ભાઈ હતા. તેઓ એક દાસી પુત્ર હતા અને તેનો જન્મ મહર્ષિ વેદવ્યાસ થી થયો હતો. એક માન્યતા એવી પણ છે કે તેઓ ધર્મરાજના અવતાર પણ માનવમાં આવે છે. તેઓ રાજનીતિ અને રાજકારણમાં પારંગત હતા. એ સમયમાં વિદૂરે સમાજ અને સલાહ વિદૂરનીતી તરીકે પ્રખ્યાત છે.

વિદુરને મહાભારતના સમયમાં નીતિના જ્ઞાની કહેવામા આવે છે. વિદૂરે એક  ગ્રંથની રચના કરી હતી જે વિદૂરનીતી તરીકે ઓળખાય છે. વિદુરનીતિમાં તેમણે ૬ નીતિઓનું વર્ણન કર્યું છે જેને ભાગ્યની નિશાનીઓ કહેવામા આવે છે.

જે વ્યક્તિ પાસે આવકના જરૂરિયાત મુજબ સ્ત્રોત હોય છે તે ખુશી સાથે જીવન પસાર કરે છે. જે વ્યક્તિ પાસે ધનનો અભાવ હોય છે તે ખુશ નથી રહી શકતો અને તકલીફો માં જીવન પસાર કરે છે. ધનને સુખની નિશાની ગણવામાં આવે છે.

રોગને લીધે શરીર નબળું પડી જાય છે અને બીમાર વ્યક્તિ આર્થિક, શારીરિક અને માનસિક તકલીફો ભોગવે છે અને તેની શક્તિઓ ખત્મ થઈ જાય છે. તે કોઈ કાર્યને યોગ્ય રીતે નથી કરી શકતો. જે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ નીરોગી છે તે ભાગ્યશાળી હોય છે.

જે વ્યક્તિની વાણીમાં સરસ્વતીનો વાસ હોય છે અને મીઠું બોલે છે તે વ્યક્તિથી સરસ્વતી દેવી હંમેશા પ્રસન્ન રહે છે. કડવું અને અસત્ય બોલવાવાળા વ્યક્તિનો સ્વભાવ પણ તેની બોલીની જેમ જ ખરાબ હોય છે. સારી વાણી બોલવાવાળા વ્યક્તિ ભાગ્યશાળી હોય છે અને તેમના જીવનમાં તકલીફો લાંબો સમય ટકતી નથી.

જે વ્યક્તિના સંતાન સંસ્કારી અને આજ્ઞાકારી હોય છે એ વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સારું સંતાન આખા કુટુંબ અને કુળનું નામ રોશન કરે છે. જે વ્યક્તિનું સંતાન અસંસ્કારી હોય છે તે પોતાના કુળનો નાશ કરે છે. માટે જે વ્યક્તિનું આજ્ઞાકારી સંતાન હોય તે સુખ વ્યક્તિ છે.

જ્ઞાનને સૌથી મોટું ધન માનવવા આવે છે કારણ કે તે એવી વસ્તુ છે જે કોઈ ચોરી નથી શકતું. જ્ઞાન માણસની સૌથી મોટી સંપતિ છે જે સદાય મનુષ્યની સાથે રહે છે. વિકટ પરિસ્થિતિમાં જ્ઞાન જ માણસને મદદરૂપ બની રહે છે અને તકલીફોમાંથી બહાર કાઢે છે. જે વ્યક્તિ પાસે જ્ઞાન છે તેને સૌથી વધારે ભાગ્યશાળી ગણવામાં આવે છે.

સારા સ્વભાવ, સંસ્કારી અને સારા આચરણ વળી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી દે છે. સારા સ્વભાવ અને આચરણ વળી સ્ત્રી ઘરમાં પ્રસન્નતા લાવે છે અને ઘરમાં ખુશીઓનો વાસ રહે છે. જેના લીધે ઘરમાં લાગણી અને પ્રેમનો માહોલ રહે છે. જે વ્યક્તિ પાસે આવી પત્ની હોય છે એ ભાગ્યશાળી હોય છે અને સુખી રહે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here