વાવાઝોડા “ફની” એ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું, ૨૦૫ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે ઝડપ, ઓડિશામાં સ્કૂલ-કોલેજો બંધ

0
886

બંગાળની ખાડીમાં ઉઠેલ વાવાઝોડું “ફની” પ્રચંડ રૂપ ધારણ કરી ચુકેલ છે. તે શુક્રવારે બપોર સુધીમાં ઓડિશાના તટ પરથી ગોપાલપુર અને ચાંદબલી ની વચ્ચે થી પસાર થવાની આશંકા છે. તે સમયે તેની ઝડપ 175 થી 185 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે જે 205 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સમાચાર લઈને ઓડિશામાં એલર્ટ જ્યારે કરવામાં આવ્યું છે કે સ્કુલ અને કોલેજો ૨ જી મે સુધી બંધ રાખવામાં આવશે. ભારતીય હવામાન ખાતાએ ઓડીશા માટે “યલો વોર્નિંગ” જાહેર કરી છે.

હવામાન ખાતાએ આ રાજ્યોના કિનારાના વિસ્તારોને ખાલી કરાવવા માટે પણ સલાહ આપી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં ચૂંટણીની તારીખોને આગળ વધારવા માટેની માંગ પણ કરી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને સમુદ્રમાં દૂર ન જવા માટે સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બીજી તારીખ થી ૪ મે ની વચ્ચે, કારણકે આ સમયે સમુદ્ર ખૂબ જ ખતરનાક હોવાની આશંકા છે.

હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી વિભાગ દ્વારા જણાવ્યું છે કે હાલમાં આ વાવાઝોડું “ફની” પુરી (ઓડિશા) ના 760 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને વિશાખાપટનમ (આંધ્રપ્રદેશ) ના ૫૬૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વ તથા ત્રિણકોમલી ના ૬૬૦ કિલો મીટર ઉત્તર-પૂર્વ (શ્રીલંકા) માં છે.

કેન્દ્ર દ્વારા આપવામાં આવી મદદ

વાવાઝોડાને ધ્યાનમાં લઈને કેન્દ્ર દ્વારા એડવાન્સમાં ચાર રાજ્યો (આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ) ની માટે 1086 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવેલ છે કે તોફાન થી બચવા માટે જરૂરી પગલાં આવી શકે અને જરૂર સમયે રાહતકાર્યોમાં કોઈ વિઘ્ન ન આવે.

“ફની” ના ભારતીય પૂર્વી તટ તરફ આગળ વધવાની સાથે નૌસેના અને તટરક્ષક દળના જહાજ તથા હેલિકોપ્ટર ની ટીમોને મહત્વપૂર્ણ સ્થાનો પર નિયુક્ત કરવામાં આવેલ છે. આ સિવાય સેના અને વાયુસેના ની ટુકડીઓને પણ તૈયાર રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here