વર્ષ ૨૦૧૯ માટે નાસ્ત્રેદમસની ડરામણી ભવિષ્યવાણીઓ, માણસ જ માણસને મારશે

0
3231

નજીક કે દૂરના સમયમાં થનાર કોઈ ઘટના કે બનાવ બનવાનો હોય તેની અગાઉથી આગાહી કરવાને ભવિષ્યવાળી કહે છે, આ એક સામાન્ય વ્યાખ્યા છે ભવિષ્યવાળીની. ભૂતકાળમાં આવા ઘણા ભવિષ્યવક્તા હતા જેવો આગળના સમયમાં થનાર ઘટનાઓ અંગે ભવિષ્યવાણી કરતાં હતા.

આવા જ એક ભવિષ્યવક્તા ફ્રાંસના હતા જેમનું નામ નાસ્ત્રેદમસ હતું. તેઓનો જન્મ ૧૫૦૩માં થયેલો. તેઓ ભવિષ્યમાં થનાર ઘટનાઓનું વર્ણન અને આગાહી પોતાની કવિતાઓ દ્વારા કરતાં હતા. તેઓ વ્યવસાયે એક ડોક્ટર અને શિક્ષક હતા. તેઓએ કરેલી ઘણી ભવિષ્યવાણી સાચી પડેલી છે, આથી ૨૦મી સદીમાં ઘટેલી જેટલી પણ ઘટનાઑ છે તેની સાચી આગાહી કરવાનો શ્રેય તેમનં ફાળે જ જાય છે.

નાસ્ત્રેદમસ એકમાત્ર એવ ભવિષ્યવક્તા હતા જેઓએ ૩૦૦૦ ભવિષ્યવાણી કરેલી અને તેમની મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડેલી છે. આ વ્યક્તિ પાસે એવી કઈક શક્તિ હતી જેના લીધે તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓની જાણ અગાઉથી જ થઈ જતી. નાસ્ત્રેદમસએ વર્ષ ૨૦૧૯ માટે અનેક ડરામણી ભવિષ્યવાણી કરેલી છે જે સાચી સાબિત થશે તો આવનારું વર્ષ ડરામણું રહેશે.

નાસ્ત્રેદમસએ ત્રીજા વિશ્વયુધ્ધની પણ આગાહી કરેલી છે, તેમની ભવિષ્યવાણી મુજબ આકાશમાંથી અગ્નિની વર્ષા થશે અને આગના ગોળાઓ વરસશે. આ ભવિષ્યવાણી અનુસાર ત્રીજું વિશ્વયુધ્ધ બે દેશો વચ્ચે નહીં પરંતુ એમના કથન મુજબ બે દેશોની વચ્ચે થશે. એમની આગાહીની સૌથી ડરામણી વાત એ છે કે એમના કહેવા મુજબ માણસ જ માણસને મારી રહ્યો હશે.

અત્યાર સુધીની જે ભવિષ્યવાણીઓને લીધે લોકો નાસ્ત્રેદમસને યાદ કરે છે એ ભવિષ્યવાણીઑમાં દ્વિતીય વિશ્વ યુધ્ધ, પરમાણુ બોમ્બ વિશે, હિટલરના ઉદય વિશે એનને અમેરિકામાં થયેલો ૯/૧૧નો આતંકી હુમલાની પણ આગાહી તેમણે એ સમયમાં કરેલી હતી.

તેઓ તેમના મિત્રો સાથે એકવાર ઊભા હતા એ સમયે એક યુવાન ત્યાં આવ્યો ત્યારે નાસ્ત્રેદમસએ એ યુવાનને જુકીને પ્રણામ કર્યા. આ દ્રશ્ય જોઈને તેમના મિત્રોને આશ્ચર્ય થયું અને પેલા યુવાનને પ્રણામ કરવાનું કારણ પૂછ્યું. તો તેઓએ જવાબમાં હસીને કહ્યું કે, આ વ્યક્તિ આગળ જઈને પોપ બનવાનો છે. તેમના કથન અનુસાર એ યુવાન આગળ જઈને ૧૫૫૮માં પોપ બન્યો અને તેમની આગાહી સાચી પડી. આ ભવિષ્યવક્તાએ પોતાના મોતની આગાહી પણ કરી હતી અને એ ભવિષ્યવાણી પણ જ્યારે સાચી પડી ત્યારે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here