વાહન ચાલક અપનાવો આ ૮ ટિપ્સ, ઓછું વપરાશે પેટ્રોલ-ડીઝલ અને મળશે સારી એવરેજ

0
3701

ગાડી ચલાવવાથી વધારે ખર્ચાળ કામ છે ગાડીનું મેન્ટેનન્સ કરવું. દરેક કાર માલિક ઇચ્છે છે કે તેની કાર ઓછા પેટ્રોલ કે ડીઝલ માં વધારે એવરેજ આપે અને વર્ષો સુધી સારી કન્ડિશનમાં ગાડી રહે. જો તમે પોતાની કારની સારસંભાળ નથી રાખી રહ્યા તો કારને નવા માંથી જૂની થતા વધારે સમય નહીં લાગે. કારની તંદુરસ્તીને સારી રાખવા માટે તેની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો અમે તમને જણાવી એવી થોડી વાતો જેની મદદથી તમે તમારી કારણે એકદમ નવી જેવી રાખી શકશો.

  • કોશિશ કરો કે કાલ ચલાવતા સમયે ઝડપ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહે.
  • ખોટી રીતે ગિયર ના બદલો, નહી તો ફ્યુલનો બગાડ થશે.
  • ક્લચ પેડ ને હંમેશાં દબાવીને ન રાખો. તેનાથી ઈંધણ પણ વધારે વપરાય છે અને ક્લચ પેટ ને પણ નુકસાન પહોંચે છે.

  • જો કારની અંદર નું વાતાવરણ વધારે ગરમ ન હોય તો એસી ને “Low” મોડ પર રાખો.
  • કારમાં ખોટો વજન ન વધારો. વધારે પડતું વજન ઇંધણના વપરાશમાં વધારો કરે છે.
  • ટાયરોની હવા સમય સમય પર ચેક કરતા રહો. ટાયર માં હવા ઓછી હોવાને કારણે કાર પર દબાણ પડે છે જેના લીધે ઇંધણનો વપરાશ વધે છે.
  • હંમેશા કંપની દ્વારા જણાવવામાં આવેલ એન્જિન ઓઇલ અને લુબ્રીકેટ નો જ ઉપયોગ કરો.
  • ટ્રાફિક સિગ્નલ પર એન્જિન બંધ કરી દો.

ઉપર જણાવ્યા મુજબની કાળજી રાખવાથી તમે તમારી કારના ઈંધણ ના વપરાશમાં ઘટાડો કરી શકશો. સાથો સાથ કારનું આયુષ્ય પણ વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here