વડોદરાની આ ડોક્ટર પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે મફતમાં વાસણનું વિતરણ કરે છે

0
644

પ્લાસ્ટિકના ઉપયોગ ને રોકવા માટે વડોદરાની ડોક્ટર ધ્વનિ ભાલાવતે બેંક શરૂ કરી મફતમાં વાસણ આપવાનું અભિયાન અંત શરૂ કરેલ છે. નાના પ્રસંગમાં થાળી-વાટકા અને ચમચી મફતમાં આપે છે અને પ્રસંગ પૂરો થયા બાદ જમા કરાવી લે છે.

શહેરના દિવાળીપુરા આ વિસ્તારમાં રહેતા અને ડેન્ટિસ્ટ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નશીપ કરી રહેલ ડોક્ટર ધ્વનિ ભાલાવત (૨૨ વર્ષ) ના જણાવ્યા અનુસાર વડોદરા સહિત સમગ્ર દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઇ રહેલ છે. દરેક નાના-મોટા તથા શુભ-અશુભ પ્રસંગો પર પ્લાસ્ટિકની ડિશ થી લઈને ચમચી સહિતની વસ્તુઓ નો ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ ને તો નુકશાન કરે જ છે સાથોસાથ પશુઓ માટે પણ જીવલેણ સાબિત થાય છે.

આવી રીતે આવ્યો વિચાર

ક્રોકરી બેંક શરૂ કરવાના વિચાર સંબંધમાં તેઓએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા એક આર્ટિકલ વાંચ્યો હતો. જેમાં દિલ્હીના એક વ્યક્તિએ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે ક્રોકરી બેંક શરૂ કરી હતી. તે આર્ટીકલ વાંચ્યા બાદ ક્રોકરી બેંક શરૂ કરવાનો વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો. તેઓનું માનવું છે કે તેઓ સમાજ માટે કંઈક કરવા ઈચ્છે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ક્રોકરી બેંક શરૂ કરી હતી, જેમાં પરિવાર અને મિત્રોની મદદ મળી રહી છે.

બચતમાંથી શરૂઆત કરી

ક્રોકરી બેંક કેવી રીતે ચલાવે છે, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પોતાની બચત, પરિવાર અને મિત્રોની મદદથી ૫૦ થાળી, ૫૦ વાટકા અને ૫૦ ચમચી ખરીદી હતી. જે કોઈપણ વ્યક્તિને નાના પ્રસંગ માટે જરૂરિયાત હોય તે મોબાઈલ પર સંપર્ક કરે છે. તેમની પાસેથી સામાન્ય ડિપોઝિટ્સ અને આઈ.ડી.પ્રુફ લેવામાં આવે છે. પ્રસંગ પૂરો થયા બાદ વાસણ ધોઈ ને પરત કરી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here