વેકેશનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ, ત્યાનાં જોવાલાયક સ્થળો વિશે જાણો

0
993

રાજસ્થાનના સિરોહી જિલ્લા થી ૮૫ કિલોમીટર અને ઉદેપુર થી 150 કિલોમીટર દૂર આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવાલાયક સ્થળ એકમાત્ર માઉન્ટ આબુ. આ પહાડી વિસ્તારમાં કુદરતી સૌંદર્યની મઝા લેવા માટે યાત્રીઓ દૂર દૂરથી અહીં આવે છે. માઉન્ટ આબુ માત્ર આજથી જ નહીં પરંતુ ઘણા સમય પહેલાથી પ્રખ્યાત છે.

પહેલાના સમયમાં જ્યારે રાજા-મહારાજા રાજસ્થાનની ગરમીથી પરેશાન થઈ જતા હતા ત્યારે તેમની સૌથી પહેલી પસંદ માઉન્ટ આબુ હતું. ઊંચી ઊંચી પહાડી પર આવેલું આ હિલ સ્ટેશન ત્યાંનું વાતાવરણ અને તેની ચારે બાજુ છવાયેલું લીલુંછમ હરિયાળી વાળા સૌંદર્યના લીધે યાત્રીઓનો પસંદગી નું સ્થળ બની ગયું છે.

તે ઉપરાંત અહીં દેલવાડાના દેરા 11 મી અને 13મીશતાબ્દીની કલાકૃતિ પણ અલગ અને ખૂબસૂરત છે. અહીં આવેલા આ ખૂબસૂરત મંદિર ના લીધે આ જગ્યા જૈન ધર્મ માટે પ્રમુખ તીર્થસ્થાન પણ માનવામાં આવે છે. માઉન્ટ આબુ જવાના રસ્તા ઉપર  પવનની લહેરો વચ્ચેથી પસાર થવું પડે છે. અને ત્યાં જવાના રસ્તામાં આજુબાજુ મોટા મોટા પર્વતો અને કુદરતી સૌંદર્યનો નજારો પણ જોવા મળે છે.

હવે તમને જણાવીશું માઉન્ટ આબુની પ્રખ્યાત જગ્યાઓ વિશે

સનસેટ પોઇન્ટ : સૂર્યાસ્તનો નજારો જોવા માટે આના જેટલી સારી જગ્યા રાજસ્થાનમાં બીજી કોઈ નથી આથમતા સુરજને રંગબેરંગી રોશની અરાવલીની પહાડીઓ અને રંગબેરંગી કરી નાખે છે. અને ડૂબતો સૂરજ એક ચમકીલા બોલના જેવો પ્રતીત થાય છે. અને એવું લાગે છે જાણે સૂર્ય આકાશમાંથી નીચે આવીને પાતાળમાં સમાય જવાનો હોય. આ ખૂબસૂરત જગ્યા ની જોવા માટે હજારો માણસો રોજ જોવા મળે છે.

હનીમૂન પોઇન્ટ : આ જગ્યા સનસેટ પોઇન્ટ થી બે કિલોમીટર દૂર આવેલી છે જ્યારે તમે આ જગ્યા પર આવી જશો ત્યારે તમને જાતે ખબર પડી જશે કે આ જગ્યાને હનીમૂન પોઇન્ટ કેમ કહેવામાં આવે છે. ત્યાંની ખીણો અને હરિયાળી એટલી સુંદર છે કે દરેકનું દિલ જીતે. અને કદાચ તે જ કારણ છે તેની કુદરતી સૌંદર્ય તાના લીધે તેને હનીમૂન પોઈન્ટ્સ કહેવામાં આવે છે.

ગુરુશિખર : તે અરાવલી પર્વત નો સૌથી ઉપરનો ભાગ છે ગુરુશિખર સમુદ્રથી 1822 મીટર ઊંચું છે. અહીં સૌથી ઉપર ઊભા રહીને જ્યારે આપણે નીચે આજુબાજુ ની સુંદરતા જોઈએ તો એવું લાગે છે કે જાણે આપણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોય.

ગૌમુખ ટેમ્પલ : માઉન્ટ આબુમાં મેઇન માર્કેટ પર દોઢ કિલોમીટર દક્ષિણ દિશામાં હનુમાનજીનું એક મંદિર આવે છે તે મંદિરથી જ્યારે આપણે ૭૦૦ પગથિયાં નીચે ઊતરીએ ક્યાં એક વશિષ્ટ જી નુ સુંદર આશ્રમ છે અને ત્યાં આશ્ચર્યજનક જોવા મળે તેવી ચીજ છે કે પથ્થરમાંથી બનેલું ગૌમુખમાં થી અવિરત રીતે પાણી વહ્યા જ કરે છે તેથી આ સ્થાન ને ગૌમુખ કહેવામાં આવે છે.

નખી લેક : માઉન્ટ આબુમાં 3937 ફૂટની ઉંચાઇ પર આવેલું છે નક્કી તળાવ જે લગભગ અઢી કિલોમીટરના અંતરમાં ફેલાયેલું છે. ચારેતરફ ઉંચા ઉંચા પહાડો અને લીલુંછમ હરિયાળી અને ખજૂર ના ઊંચા ઝાડ જોઈને લાગે છે કે જાણે આપણે કોઈ સત્ય નહીં પણ સપના દેખતા હોય આ તળાવમાં યાત્રીઓ બોટીંગની મજા લેતા પણ જોવા મળે છે. આ સુંદર તળાવ માઉન્ટ આબુની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે અને કદાચ તેના લીધે જ આજે માઉન્ટ આબુ ની આ જગ્યા માઉન્ટ આબુ માં આવેલા યાત્રીઓનુ પસંદગીનું સ્થળ બની ગયું છે.

Toad Rock : આ એક ઊંચો પથ્થર છે અને તેની મેન વાત એ છે કે તે દેખાવે એક દેડકા જેવો લાગે છે અને તેની અલગ જ દેખાતી આકૃતિ ના લીધે આ પથ્થર યાત્રીઓ ને પોતાની તરફ આકર્ષિત કરે છે.

અચલેશ્વર મહાદેવ ટેમ્પલ : દેવાળા થી ૮ કિલોમીટર દૂર અચલગઢ માં અચલેશ્વર મહાદેવ નુ પ્રસિદ્ધ મંદિર છે અહીં ભગવાન શિવ ના પગ ના અંગુઠા ના ચિન્હો છે જેની અહીં પૂજા કરવામાં આવે છે. અહીંના મંદિરમાં પિત્તળ થી બનેલો વિશાળ નંદી પણ છે અને એક વિશાળ ત્રિશુલ પણ આ મંદિરમાં છે.

માઉન્ટ આબુ Wildlife Sanctuary : માઉન્ટ આબુમાં લગભગ 228 વર્ગ કિલોમીટર ક્ષેત્રની અહીં ગવર્મેન્ટ દ્વારા wildlife સેન્ચુરી ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. અહીં આવેલા આ અભ્યારણમાં વૃક્ષો ની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. તેની સાથે અહીં તમને વન્યજીવ અને દૂર દેશોથી ઉડીને આવેલા પક્ષીઓ પણ જોવા મળે છે. અહીં એક વોચ ટાવર પણ આવેલું છે તમે તેની ઊંચાઈ ઉપર જઈને ત્યાંની આજુબાજુનું જંગલ અને કુદરતી સૌંદર્ય નિહાળી શકો છો.

માઉન્ટ આબુ ની સૌથી નજીક નો જે એરપોર્ટ છે તે છે ઉદયપુર જે માઉન્ટ આબુ થી 185 કિલોમીટર દૂર છે અને અમદાવાદનો એરપોર્ટ 235 કિમી દૂર છે. અને જોધપુર એરપોર્ટ 267 કિલોમીટર દૂર છે. જો રેલમાર્ગ ની વાત કરીએ તો આબુરોડ માઉન્ટ આબુ નો સૌથી નજીક નો માર્ગ છે જે માત્ર ૨૮ કિલોમીટર દૂર છે. અને જો તમે સડકમાર્ગ થી આવવા માંગો છો તો સૌથી નજીકનું સ્થળ ઉદયપુર છે ત્યાંથી બસમાં 150 કિલોમીટર દૂર છે.

માઉન્ટ આબુ જવા માટે સૌથી સારો સમય ગરમીઓ નો છે એમ તો પૂરું વર્ષ યાત્રીઓ અહીં આવે છે પરંતુ સૌથી સારો સમય ગરમીનો કહેવામાં આવે છે. અહીં વર્ષના કોઈપણ મહિનામાં સાંજ અને રાતના સમયે વાતાવરણ ખૂબ જ ઠંડુ થઇ જાય છે. અને જો ઠંડીનો સમય હોય તો ત્યાં નક્કી તળાવ નું પાણી સંપૂર્ણ રીતે જામી પણ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here