અંકલને પાણી સાથે રોટલી ખાતા જોઈને ભાવુક થયું ઇન્ટરનેટ, ભાવુક લોકોએ કર્યું શેયર

0
1306

માણસને જ્યારે પોતાની હેસિયત કરતાં વધારે મળી જાય છે ત્યારે તેને અભિમાન આવી જાય છે. ઘણા લોકોને જમવાના ભોજનનો બગાડ કરવો એ સામાન્ય બાબત છે પરંતુ દુનિયામાં ઘણા લોકો એવ પણ છે જેમને એક સમયનું જમવાનું પણ નસીબમાં નથી હોતું.

હમણાં સોશિયલ મીડિયામાં આવો જ એક વિડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેને લાખો લોકો જોઈને ભાવુક બની ગયા છે. મોટા ભાગના લોકોને આ વિડિયો જોઈને આંખોમાંથી પાણી આવી જાય છે. આ વિડિયો ભગવાન દ્વારા આપવામાં આવેલ અન્ન ની કિંમત પણ સમજાવી જાય છે.

આ વિડિયોમાં એક વૃધ્ધ સિક્યોરિટી ગાર્ડ પાણીની સાથે રોટલી ખાતા નજર આવે છે. હવે આ વિડિયોની હકીકત શું છે એ તો ખબર નથી પરંતુ પરંતુ આ વિડિયો શેયર કરીને લોકો ફક્ત એટલો જ મેસેજ આપી રહ્યા છે કે અન્ન નો બગાડ ના કરવો.

આ વિડિયોને ફેસબુક એક યુઝર દ્વારા સપ્ટેમ્બર માહિનામાં પોસ્ટ કરવામાં આવેલ હતો. તેમણે વિડિયો શેયર કરતાં લખ્યું હતું કે, “મહેરબાની કરીને અન્ન નો બગાડ ના કરો, ૧૨ કલાકની નોકરી કર્યા બાદ પણ અંકલ પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે”

ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ જ વાઇરલ બની રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને ૧ લાખ શેયર અને લાખોમાં રિએક્શન મળી ચૂક્યા છે. લોકો વિડિયો શેયર કરીને અન્ન નો બગાડ ન કરવાની અપીલ કરી રહ્યા છે.

આ વિડિયોને જોયા બાદ ઘણા લોકોએ સોગંધ પણ ખાઈ લીધા કે આજ પછી ક્યારેય પણ અન્ન નો એકપણ દાણો નહીં બગાડીએ. મને ખબર નથી કે આ આર્ટિક્લ વાંચ્યા બાદ તમે શેયર કરશો કે નહીં, લાઇક કરશો કે નહીં પરંતુ આ આર્ટિક્લ વાંચ્યા બાદ તમારી આંખોમાં આંસુ જરૂરથી આવી જશે.

તમે પણ આ આર્ટિક્લ શેયર કરો જેથી કરીને લોકો ભગવાન દ્વારા આપવામાં આવેલ આ અમુલ્ય અન્ન નો બગાડ ના કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here