ઉનાળાના વેકેશનમાં ફરવા માટે શિમલા મનાલી કરતાં પણ બેસ્ટ છે ગુજરાતની આ જગ્યાઓ

2
8703

બધા જ વિદ્યાર્થી મિત્રોને ઉનાળા ની પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષા બાદ ઉનાળુ વેકેશન ક્યાં પસાર કરવું તેની પસંદગી લોકો અત્યારથી જ કરવા લાગતા હોય છે. ઉનાળા નું વાતાવરણ હોવાને લીધે મોટાભાગે લોકો સીમલા મનાલી જેવી ઠંડી જગ્યા પર જવાનું પસંદ કરે છે પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે દક્ષિણ ગુજરાતમાં પણ હિલ સ્ટેશન આવેલા છે જે સીમલા અને મનાલી કરતા પણ બેસ્ટ માનવામાં આવે છે. જે સ્થળોને આપણે મીની સીમલા નો પણ નામ આપી શકે તેમ છે. તો ચાલો તમને જણાવી દઈએ આ સ્થળો વિશે અને તેની થોડી માહિતી આપી દઈએ.

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની બોર્ડર ને એકદમ નજીક જ આવેલ ડાંગ જિલ્લો ફરવા માટેનું અને પ્રવાસ માટેનું એક પ્રખ્યાત સ્થળ બની ગયેલ છે. કુદરતી સૌંદર્યનો ખજાનો અને પ્રકૃતિપ્રેમીઓ માટે ફરવા માટે આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જો તમે હિલ સ્ટેશન જવા ઈચ્છતા હોય તો તમારે ડાંગ જિલ્લાની મુલાકાત એકવાર અવશ્ય લેવી જોઇએ. અહીં દિવસેને દિવસે પ્રવાસીઓનો ધસારો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અહીં આ જંગલો ધોધ અને મનને પ્રફુલ્લિત કરી મૂકે તેવી લીલોતરી છે.

વનદેવી નેકલેસ : સુબીર તાલુકા ના અને ડાંગ જિલ્લા માં ગિરમાળ તરફ જતા સમયે જંગલમાં વહેતી ગિરા નદી માં આ નેકલેસ જોવા મળે છે. અહીંયા પ્રવાસીઓનો ધસારો ખૂબ જ પ્રમાણમાં રહે છે અને છેલ્લા થોડા વર્ષોથી આ વિસ્તારને U ટર્ન નામ પણ આપવામાં આવ્યું છે. આ જગ્યાનું નામ નેકલેસ એટલા માટે પડ્યું છે કે અહીં આ નેકલેસને બે સ્વરૂપ જોવા મળે છે. ચોમાસા દરમ્યાન અહીં આ વરસાદના કારણે માટીનો રંગ પીળાશ પડતો થઈ જવાથી આ જગ્યા સોનાના હાર જેવી દેખાઈ આવે છે જ્યારે ચોમાસાના અંતમાં અહીંયા વહેતું પાણી ચોખ્ખું હોવાથી તે ડાયમંડ નેકલેસ જેવો આકાર બનાવે છે.

ગીરા ધોધ : ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ નજીક ગીરાધોધ ના નામથી તો સૌ કોઈ પરિચિત જ હોય છે. આ ધોધનો નજારો એકદમ મનમોહિત હોય છે. આ ગીરાધોધ અંબિકા નદીમાંથી ધોધનાં નીચે આવે છે અને આગળ જઇને અરબી સમુદ્રમાં ભળી જાય છે. ચોમાસા દરમિયાન આ ધોધનો પ્રવાહ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને આ સમયમાં આ ધોધ એકદમ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે.

સનસેટ પોઈન્ટ- આહવા : આહવા થી દક્ષિણ બાજુએ આવેલ સનસેટ પોઇન્ટ પણ પ્રવાસીઓ માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બનેલ છે. અહીંયા સાંજના સમયે પ્રવાસીઓ સનસેટ નો આનંદ માણે છે. અહીંયા સનસેટ નો આનંદ આરામદાયક રીતે માણી શકાય એ માટે બેસવા માટે બગીચાઓ પણ બનાવવામાં આવ્યા છે. અહીં આ કુદરતી દ્રશ્યો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

મહલનું જંગલ : આમ તો સમગ્ર ડાંગ જિલ્લો જંગલોથી ઘેરાયેલો છે પરંતુ ડાંગ જિલ્લામાં આવેલું ગામ કે જે ખૂબ જ ડુંગરાળ અને જંગલ વિસ્તાર થી ઘેરાયેલું છે. મહલ ના જંગલ એટલો ગાઢ અને વૃક્ષોથી ઘેરાયેલું છે કે અહીંયા સૂર્ય પ્રકાશ પણ મુશ્કેલથી જમીન પર પહોંચે છે. અહીં દિવસના સમયમાં પણ ગાઢ વૃક્ષોને લીધે અંધારુ દેખાય છે. પ્રકૃતિ પ્રેમીઓ અને જંગલના વાતાવરણનો લાભ લેવા માટે અહીં રાત્રિ રોકાણ કરે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

2 COMMENTS

  1. ફોટો સાથેની સરસ માહિતી છે સાહેબ. મેં જાણ્યું કે ગુજરાતમાં પણ ઘણું છે હજું જે જોવાનું અને જાણવાનું બાકી છે.

    અને છેલ્લે કોપીરાઇટની નોંધ પણ ઘણી ગમી. (આટલું મોટું દિલ હજુ અમે ધરાવતા નથી!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here