ઉનાળા માટે ખાસ ફુદીના વાળી મજેદાર મસાલા છાસની રેસીપી

0
782

સામગ્રી

  • બે કપ દહીં
  • 100 ગ્રામ કોથમીર
  • બે ચમચી શેકેલા જીરા નો પાવડર
  • એક ચમચી મીઠું
  • એક ચમચી મરી પાઉડર
  • એક ચમચી સંચળ
  • 3 મરચા
  • 7-8 ફુદીના ના પાન
  • દોઢ ગ્લાસ પાણી

મિત્રો ગરમી ના દિવસો માં બપોરે ગરમ ખાવાનું ભાવતું નથી. તેથી તમને અમારો આજ નો આર્ટિકલ ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે આજે અમે તમને ખૂબ જ એનર્જી વાળી અને ટેસ્ટી મસાલા છાસ વિશે જણાવવાના છીએ.

મસાલા છાસ બનાવવવાની રીત

સૌ પહેલા કોથમીર અને મરચા મિકસચર ના જાર માં પીસી લેવા. એ પછી મિકસચર માં દહીં, એક ગ્લાસપાણી ઉમેરો તથા મરી પાઉડર, સંચળ, મીઠું, શેકેલું જીરું બધું જ અડધી ચમચી જેટલું ઉમેરી ગ્રાઈન્ડ કરો.

પછી તેને એક બાઉલ માં કાઢી લ્યો. પછી તેમાં અડધો ગ્લાસ પાણી અને બધા જ મસાલા અડધી ચમચી જેટલા ઉમેરી ઝરણી ની મદદ થી ગ્રાઈન્ડ કરી લ્યો જેથી બધું જ સરખું મિક્સ થઈ જાય. પછી તેને એક ગ્લાસ માં કાઢી ફુદીના ના અને કોથમીર ના પાન વડે ગાર્નીશ કરી સર્વ કરો.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here