સામગ્રી
- કાચી કેરી : 2
- ખાંડ : 200 ગ્રામ
- ફુદીનો : અડધો કપ
- દળેલું જીરું : 2 નાની ચમચી
- મીઠું : સ્વાદ પ્રમાણે
- સંચળ : 1 ચમચી
- પાણી : 2 ગ્લાસ
બનાવવાની રીત
ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે, અને માર્કેટમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. ત્યારે કેરીનો એવો ઉપયોગ કરો, કે હેલ્થને ફાયદો થાય. કાચી કેરી ગરમી દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. ત્યારે કાચી કેરીમાંથી આમ પન્ના બનાવી શકાય છે. જે હેલ્થ માટે પણ બેસ્ટ છે, અને ટેસ્ટ માટે પણ.
સૌ પ્રથમ કેરી ની છીલી તેના નાના ટુકડા કરી પ્રેશર કુકર માં 3 કપ પાણી નાખી 3 સીટી થાય ત્યાં સુધી બાફી લ્યો. ઠનડું થયા પછી કાચી કેરી ના પલ્પ ને મિક્ષચર માં કે ગ્રાઈન્ડર વડે ગ્રાઈન્ડ કરો.
જાર માં પલ્પ ની સાથે મીઠું, ખાંડ, સંચળ, જીરું પાઉડર અને 1 કપ પાણી નાખી ગ્રાઈન્ડ કરો. પછી તેમાં તમારે જેટલું પાતળું બનાવવું હોય તે પ્રમાણે દોઢ કપ કે તેથી વધારે ઠંડુ પાણી નાખી ગ્રાઈન્ડ કરો. એ પછી તમે ચાખી લ્યો અને સ્વાદ પ્રમાણે ફરીથી ખાંડ કે મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરી શકો છો.
એ પછી તૈયાર થયેલા શરબત ને ગ્લાસ માં કાઢી બરફ ઉમેરી ફુદીના વડે ગાર્નીશ કરો.
અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.