UIDAI દ્વારા આપવામાં આવી ચેતવણી, હવે પ્લાસ્ટિક આધાર કાર્ડ નહીં રહે માન્ય

0
586

જો તમે પણ પ્લાસ્ટિક આધારકાર્ડ બનાવી રાખ્યું છે તો સાવધાન થઈ જવું કેમ કે હવે આ પ્રકારનો આધાર કાર્ડ નહીં ચાલે આધાર કાર્ડ ની ઓથોરિટી UIDAI એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પ્લાસ્ટિક આધાર કે આધાર સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડ વેલીડ નથી.

શું છે પ્લાસ્ટિક આધારકાર્ડ ના નુકસાન

UIDAI એ પ્લાસ્ટિક કાર્ડ ના નુકસાન ને લઈને જણાવ્યું છે કે પ્લાસ્ટિક આધાર કે સ્માર્ટ આધાર કાર્ડ નો ઉપયોગ ના કરવો આ કાર્ડના ઉપયોગથી તમારી આધાર પ્રાઈવેસી ડીટેલ સિક્યોર નથી. UIDAI નુ કહેવું છે કે પ્લાસ્ટિક આધારકાર્ડ ઘણીવાર કામ નથી કરતો તેનું કારણ એ છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડની ઓથોરાઇઝ્ડ પ્રિન્ટીંગના લીધે QR કોડ ડિસ્ફક્શનલ  થઈ જાય છે અને તેની સાથે આધાર રહેલી તમારી પર્સનલ ડિટેલ્સ વગર અનુમતિ એ શેર કરવામાં પણ જોખમ છે.

પ્લાસ્ટિક આધારકાર્ડ બનાવવા માટે ખર્ચવા પડે છે આટલા પૈસા

વળી એવું પણ કહેવામાં આવેલ છે કે પ્લાસ્ટિક નું આધાર કાર્ડ બનાવવા માટે પ્રિન્ટીંગ ના નામ પર લોકો 50 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી વસૂલે છે. કોઈ કોઈ જગ્યાએ તો તેનાથી વધારે પણ પૈસા વસૂલવામાં આવે છે. UIDAI એ લોકોને આ પ્રકારની દુકાનો અને લોકો થી બચવા માટે ની સલાહ આપી છે.

આ આધાર કાર્ડ પણ છે માન્ય

UIDAI એ પોતાની એ વાત પર ધ્યાન દોર્યું હતું કે ઓરિજિનલ આધારકાર્ડ સિવાય એક સાધારણ કાગળ પર ડાઉનલોડ કરેલ આધારકાર્ડ અને એમ-આધાર પણ પૂર્ણ રીતે માન્ય છે. એટલા માટે તમારે સ્માર્ટ આધાર કાર્ડ ના ચક્કર માં પડવાની જરૂર નથી. વળી તમારે કલર પ્રિન્ટ ની પણ જરૂર નથી. સાથોસાથ તમારે અલગથી આધારકાર્ડ ના લેમિનેશન અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડ ની જરૂર નથી.

આ આર્ટિકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર. જો તમેને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here