ટૂથપેસ્ટથી દાંત સાફ કરવા સિવાય આ કામો પણ કરી શકો છો

0
930

દાંતની સફાઈ જરૂરી છે અને તેની સફાઈ માટે ટૂથપેસ્ટ જરૂરી છે. તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કઈ વસ્તુ માટે કરો છો? સવાલ તમને અટપટો જરૂર લાગશે પણ ફાલતુ સવાલ નથી. આપણે ટૂથપેસ્ટથી એવા ઘણા કામો કરી શકીએ છીએ કે જેના વિશે આપણે વિચારી પણ ના હોય.

મોબાઇલ સ્ક્રીન ના સ્ક્રેચ : શું તમારી પાસે મોબાઈલ ફોન છે? જો તમારી પાસે મોબાઈલ ફોન હોય અને તે મોબાઇલ ઉપર દાગ-ધબ્બા અને સ્ક્રેચ હોય તો ટૂથપેસ્ટ મોબાઇલ સ્ક્રીન ઉપર લગાવો અને તેને મુલાયમ હાથે કપડાંથી ઘસો તેનાથી સ્ક્રીન એકદમ ચમકી ઉઠશે.

બુટ ચપ્પલ ના રબર વાળા ભાગમાં : જો તમે આળસુ છો તો તેના કારણથી ગંદા શૂઝ પહેરવું તમારો શોખ છે તો આ ટ્રિક તમારા માટે નથી પણ જો તમે સ્નીકર્સ પહેરો છો કે એવા ચપ્પલ કે જેના સોલ રબળ ના હોય તો જુના બ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાવી અને તેને તે ભાગ પર ઘસો રીઝલ્ટ તમને તરત જ મળી જશે.

ફર્નિચર ઉપર માર્કર પેન ના દાગ : જો તમારા ઘરના ફર્નિચર ઉપર તમારા બાળકોએ માર્કર પેનથી લીટા પાડ્યા હોય તો ટૂથપેસ્ટની મદદથી તેને દૂર કરી શકાય છે.

વાળમાં ચિંગમ લાગી ગઈ હોય તો : જો તમારા વાળમાં કે તમારા કપડાં ચિંગમ ચોટી ગઈ હોય તો તો પેસ્ટ લગાવી અને ધીરે-ધીરે ઘસવાથી તે દૂર થઈ જશે.

જ્વેલરી ની સફાઈ : તમારી જ્વેલરીની પહેલાની જેમ ચમકાવી હોય અને તેની ઉપર રહેલો મેલને દૂર કરવો હોય તો તે ટૂથપેસ્ટની મદદથી દૂર કરી શકાય છે.

કપડાં રહેલા જિદ્દી દાગ : જો તમારા કપડાં કોઈ જીતી દાગ લાગી ગયો હોય અને તે સાબુ કે ડિટર્જન્ટથી પણ ના જતો હોય તો તેની ઉપર ટુથપેસ્ટ ઘસવાથી તે દુર થઇ જશે.

ચહેરા ઉપરના ખીલ ને દૂર કરવા માટે : જો તમારા ચહેરા ઉપર ખીલ હોય તો તેની પર ટુથપેસ્ટ લગાવી અને થોડાક સમય માટે તેને રાખો. અને પછી સાફ પાણીથી તમારા ચહેરાને સાફ કરી લો તેનું રિઝલ્ટ તમને જાતે જ ખબર પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here