તો શું આ કારણથી સલમાન ખાન નથી કરી રહ્યા લગ્ન?

0
2041

સલમાન ખાનની ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે. તે ઉપરાંત તેઓ દબંગ ૩ ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાનની એક સાથે છ ફિલ્મો આવવાની છે. જેમાં ઘણા ફિલ્મના નામ ની ઘોષણા પણ થઈ છે. 50 વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાં સલમાન ખાન હજુ પણ સિંગલ છે. બધાના મનમાં એ વિચાર છે કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. અત્યારે લગ્ન ના કરવા પાછળ એક કારણ નજર આવ્યું છે.

રિપોર્ટની વાત માનીએ તો સલમાનના નજીક હોય તેઓએ જણાવ્યું છે કે સલમાન પોતાની ફેમિલી થી ખૂબ જ નજીક છે. તેમની સાથે તે પોતાનો વધુ સમય પસાર કરે છે. ઘણી વાર લગ્ન કરવા માટે પણ તૈયાર થયા પરંતુ ફેમિલી થી વધુ મહત્વ બીજા કોઈને આપી શક્યા નહીં. સલમાન ખાનનું માનવું છે કે પોતાના પાર્ટનરને ટાઈમ ના આપવો તેની જોડે અયોગ્ય થશે તેથી તે હજુ સુધી સિંગલ છે.

આ વખતે એવું બે વાર બન્યું કે તેનું ફેમિલી ઇચ્છતું હતું સલમાન ખાન લગ્ન કરી લે તેવી ખૂબ જ ઈચ્છા હતી પરંતુ સલમાન ખાને પોતાની વ્યક્તિગત વાતને સાઈડમાં રાખી અને પોતાના પરિવારને સમય આપવો યોગ્ય લાગ્યું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભારત ફિલ્મમાં સલમાન ખાન સિવાય કેટરીના કેફ, દીશા પટાની, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર, જેવા એક્ટર્સ નજર આવશે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર એ કર્યું છે.

સલમાન ખાન દબંગ-૩ પછી સંજય લીલા ભણસાલીની મૂવી ઇન્શાઅલ્લાહ માં કામ કરશે. તે ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ નજર આવશે. સંજય લીલા ભણસાલી સાથે સલમાન ખાન 20 વર્ષ પછી ફરી કામ કરશે. અને આ ફિલ્મની કહાની એક લવ સ્ટોરી પર આધારિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here