Tik Tok એપ્લિકેશન પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો તેનું કારણ શું છે

0
865

ચીનની વિડિયો સેટીંગ એપ Tik Tok ને ભારતમાં ઘણા બધા પસંદ કરે છે. આ પોપ્યુલર પ્લેટફોર્મ ના માધ્યમથી ઘણા રમુજી વિડિયો પણ શેર કરે છે. પણ આવા સમયમાં આ એપ્લિકેશન ની સમસ્યા વધી શકે તેમ છે તેનું કારણ એ છે કે આ પોપ્યુલર પ્લેટફોર્મ ના માધ્યમથી ઘણા ખરાબ વિડિયો પણ શેર કરે છે અને તેનો કંટ્રોલ નથી થઇ રહ્યો. આ જોઈને વિધાયક થમીમુન અન્સારીને તમિલનાડુમાં આ એપ્લિકેશનને પ્રતિબંધ કરવાની વાત કરી છે.

આ વાતને આગળ વધારી ને તામિલનાડુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર એમ મનિકંદન રાજ્ય સરકારને આ એપ્લિકેશન પ્રતિબંધ કરવાની વાત કરી છે. સાથે એ પણ કહ્યું છે કે તમિલનાડુ સરકાર પ્રતિબંધ કરવાનો સુજાવ પણ સરકારને આપશે. જો આવું થઈ શકે તો ભારતમાં પણ આ એપ્લિકેશનની મુશ્કેલીઓ વધી શકે તેમ છે ખબર હોય તો આની પહેલા પણ મણીકનંદને suicide game labels blue whale ચેલેન્જને પણ પ્રતિબંધ કરવાની વાત કરી હતી.

આ એપ્લિકેશનના વીડિયોને ખૂબ જ સરળતાથી whatsapp અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી શકાય છે અને તેથી તે વિડિયો જલદી બધા સુધી પહોંચી જાય છે. મિનિસ્ટર ની વાત માનીએ તો આ એપ્લિકેશન રાજ્યમાં પોર્નોગ્રાફી વધારી રહી છે અને તેનાથી સમાજમાં બધા ઉપર ખોટી અસર પડે તેની ચિંતા વ્યક્ત કરી છે. ઘણી આવી સમસ્યા પણ whatsapp ના મારફતે ફરતી થાય છે ખોટા સમાચાર અને ખોટી અફવાઓ ની સાથે whatsapp પર પણ સરકારના દ્વારા અમુક બદલાવ કરવાનો ફોર્સ પણ કરવામાં આવ્યો છે અને તે વાત માન્ય ના કરી તો કંપનીને દેશની બહાર નો રસ્તો  પકડવો પડશે.

સરકારના તરફથી કંપની ઉપરથી દબાણ કરવામાં આવે છે કે ખોટા સમાચાર અને ખોટી અફવાઓ નો ક્યાંથી ફેલાવો થાય છે અને તેના માટે કંપનીએ પોતાની પોલિસીમાં ઘણો બધો બદલાવ કરવો પડશે. આ બદલાવ end to end encryption ના લીધે સંભવ નથી. આ મુદ્દા પર કંપનીનું કહેવું છે કે પ્લેટફોર્મ પર મોકલેલા કોઈપણ મેસેજ માત્ર સેન્ડર અને રીસીવર સિવાય કોઈ ત્રીજો આ મેસેજને નાતો ટ્રેસ કરી શકે છે કે ના તો વાંચી શકે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here