ઠંડીની મોસમમાં ગુણકારી ગરમાગરમ કાઢાનું સેવન કરીને તંદુરસ્ત અને મસ્ત રહો

0
795

તમામ વયની વ્યક્તિ જો દરરોજ આયુર્વેદિક ઔષધો યુક્ત કાઢાનું નિયમિત સેવન કરે તો વાત-પિત્ત – કફનાં પ્રકોપથી બચી તંદુરસ્ત રહી શકે છે. કાઢાનો મતલબ, ઔષધોને ઉકાળીને તૈયાર કરેલ રસ. નવી પેઢીને “કાઢા” નાં અર્થની કદાચ ખબર ના હોય એટલે અહીં ચોખવટ કરવામાં આવી છે. તમારાં અનુભવી વૈદરાજની સલાહ મુજબ કાઢો બનાવીને તેનો પ્રયોગ કરી શકો છો.

હાલમાં ઠંડીની મોસમ શરું થઈ ગઈ છે. આ સમયમાં વાત-પિત્ત-કફથી પેદાં થતાં રોગોનું જોર વધારે હોય છે. નવેમ્બર – ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધું હોય એટલે ઔષધિઓ માંથી બનાવેલ ગરમ કાઢો પીવો જોઈએ.

કાઢો જુદાં જુદાં ઓસડીયા માંથી બનાવી શકાય છે. એ ઔષધોમાં અર્જુન નામનાં વૃક્ષની છાલ માંથી બનાવેલ કાઢો શ્રેષ્ઠ મનાય છે. એક અનુભવી આયુર્વેદિક તબીબનાં મત અનુસાર, ઠંડીની મોસમમાં રોજ પોતાની પ્રકૃતિ મુજબ કાઢાનું સેવન કરવું જોઈએ. સવાર સવારમાં રોજ તમે ચ્હા – કોફી પેટમાં ઠાલવો છો એનાં કરતાં ગરમાં ગરમ અર્જુનની છાલનો કાઢો પીવાનું રાખો અને આખો શિયાળો તંદુરસ્ત અને તરોતાજા રહો. આ કાઢો ચ્હા કે કોફી કરતાં ય સસ્તો પડે છે.

કેટલાં પ્રમાણમાં પી શકાય?

ઠંડીની સિઝન દરમ્યાન એક ગ્લાસ દુધમાં અર્ધી ચમચી અર્જુનની છાલનો કરકરો પાવડર નાખીને ત્રણ મહિના સુધી પીઓ. એમાં ગોળ નાખો તો વધું સારું રહેશે. અથવાં કાકવી નાખી શકાય. ગોળ બનાવતી પહેલાં કાકવી એમાંથી લિક્વિડ ફોમમાં નીકળે છે. એમાં પણ જો મિશ્રી નાખો તો સર્વોત્તમ. મિક્ષી ગુજરાત કરતાં રાજસ્થાન બાજુંની સારી આવે છે. જો આ બધી વસ્તુઓ ના ફાવે તો ખાંડ પણ ચાલે. અલબત્ત, આમાં સુંઠ ઉમેરો તો સોનામાં સુગંધ ભળે. હવે આ પ્રકારે બનાવેલ કાઢો પીવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી નીચે આપી છે.

અર્જુનની છાલ માંથી બનેલો કાઢો લોહીની અમ્લતા, હાર્ટ એટેક, રક્ત, પેટની એસિડીટી વગેરેમાં ફાયદો કરે છે. દરરોજ તમે પેટમાં ખોરાક દ્વારા નકામો કચરો નાખો છો તે કચરો આનું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. દરરોજ આનું સેવન કરશો તો ભવિષ્યમાં હાર્ટ એટેક નહીં થાય. કોલેસ્ટ્રોલ પણ  શરીરમાં પેદાં થતો એક પ્રકારનો કચરો છે.

નોંધ : દરેક વ્યક્તિને તાસીર અનુસાર આયુર્વેદિક દવાઓનું સેવન કરવાથી પરિણામ મળે છે. તેથી સેવન કરનારે જાણકારની દેખરેખ હેઠળ આનો ઉપયોગ કરવો. આ લેખ જુદાં જુદાં માધ્યમ મારફતે એકઠી કરીને આપની સમક્ષ મૂક્યો છે.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here