તંદુરસ્તી માટે યોગ્ય આહાર અતિ આવશ્યક : આટલી વસ્તુઓને આહારમાં સ્થાન આપવાનું ભૂલશો નહીં

0
805

શું તમે ક્યારેય ભોજન બાબતે વિચાર્યું છે? આપણાં જીવનમાં ભોજન અતિ આવશ્યક છે.   આદિમાનવ યુગ બાદ મનુષ્ય વધું સમજદાર થયો છે. એટલે ભોજન બાબતમાં તે હંમેશા સજાગ રહે છે.સ્વસ્થ જીવન તમારી ઓળખ બની રહેવી જોઈએ. ભાગદોડ ભરી જીંદગીમાં શરીર ટકાવવાં માટે સંતુલિત આહારને હંમેશા વધું મહત્વ આપો. જો તમારે કાયમ સ્વસ્થ રહી શરીરને કાયમી ટકાવી રાખવું હોય તો ભોજન મેનુ માંથી ફાસ્ટફૂડને તિલાંજલી આપો. ભોજન મેનુમાં કઇ કઇ વસ્તુઓને સામેલ કરવી જોઈએ? તેની યાદી અહીં આપેલી છે.

બદામ

આ વસ્તુ જોકે દરેક વ્યક્તિ માટે આવશ્યક નથી. તમામ પ્રકારની મગફળી માંથી ૫૦ ટકા ફેટ મળી રહે છે. જે આપણાં કોલેસ્ટ્રોલ વધારવાં માટે અત્યંત જરૂરી છે. મગફળીમાં વિટામીન બી, ઇ અને ઝીંક, મેગ્નેશિયમ, કોપર સહિતના ખનીજ તત્ત્વો પણ મળી શકે છે. આ બધાં તત્ત્વોને આહારમાં સામેલ કરવાનું ભૂલાય નહીં.

ઓલીવ ઓઈલ

ઘણાં લોકો સ્વાસ્થ્ય માટે ઓલીવ ઓઇલ ઉપર પસંદગી ઉતારતાં હોય છે પરંતુ ખાસ નોંધી લો કે, ઓલીવ ઓઇલ ગરમ થતાં એનાં ગુણો નાશ પામે છે. જોકે કાચાં તેલનો ઉપયોગ કરી શકાય છે.

મિઠાઇ

મિઠાઇ તંદુરસ્તી માટે હાનિકારક મનાય છે. એનાથી મોઢું ફેરવી લેવું પણ વ્યાજબી નથી. તમે એ પણ જાણો છો કે આમાં નીમક પણ કામની વસ્તું છે. સમુદ્રમાં પેદાં થતું નીમક આહારમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે.  જે મિઠાઇમાં ઉમેરવામાં આવે તો અનોખો સ્વાદ પ્રાપ્ત થાય છે.

મરચું

મરચું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું ઘણાં માનતાં હોય છે પરંતુ દરેક પ્રકારના મરચાં માટે આ વાત સાચી નથી. મરચું  કેલરી વધારે હોય તો બાળી નાખે  છે અને ફેટનું પ્રમાણ ધીમે ધીમે ઘટાડી નાખે છે. મરચાની તીખાશ આહારને વધારે સ્વાદિષ્ટ તેમજ પોષણક્ષમ બનાવે છે માટે મરચાને ભોજનમાં વધારે મહત્વ આપો એમાં કંઇ પણ ખોટું નથી.

છેલ્લે એક વાત જણાવવી જરૂરી લાગે છે કે, આહાર વિહારની દરેક બાબત તંદુરસ્તી માટે ભલે અગત્યની હોય તો પણ દરેકની તાસીર એકસરખી હોતી નથી તેથી તમારાં ફેમિલી ડોક્ટરનું મંતવ્ય જાણીને એનો અમલ કરવો. આપને શુભેચ્છા પાઠવીને વિરામ લઇશ.

सर्वे संतु निरामया, सर्वे भद्राणी पश्यन्तु।

લેખ સંપાદન : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here