તમે પણ સિનેમાહોલમાં બહારનું ખાવાનું સાથે લઈ જઈ શકો છો, RTIમાં કરવામાં આવ્યો ખુલાસો

0
809

ભારતમાં દર અઠવાડિયે શુક્રવારના દિવસે ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે. આ ફિલ્મો દ્વારા બોલિવૂડના અભિનેતાઓ અને નિર્દેશકો તથા પ્રોડ્યુસરો કરોડો રૂપિયાની આવક કરે છે. રવિવારના દિવસે ઘણા લોકો પરિવાર સાથે મલ્ટીપ્લેક્સમાં મુવી જોવા માટે જતા હોય છે. પરંતુ મલ્ટિપ્લેક્સમાં મુવી જોવા જતા સમયે એક સામાન્ય તકલીફ છે જે દરેક લોકોએ ઉઠાવી પડે છે અને તે છે કે મલ્ટિપ્લેક્સમાં બહારથી ખરીદેલી કોઈપણ વસ્તુ અંદર લઇ જવા દેવામાં આવતી નથી. આ બાબતને લઇને ઘણી વાર તકરાર પણ થાય છે અને ઘણા લોકોની આ ફરિયાદ પણ રહે છે. તો શું એવો કોઈ કાયદો કે નિયમ છે કે મલ્ટિપ્લેક્સ વાળા બહારનો કોઇ પણ નાસ્તો અંદર લઈ જવા દેતા નથી.

મલ્ટિપ્લેક્સ ની અંદર આપવામાં આવતી તમામ વસ્તુ કોલ્ડ્રિંક્સ હોય કે પછી તે નાસ્તો હોય તે બહાર મળતા ભાવની સરખામણીએ ખૂબ જ ઓછી કિંમતમાં વહેંચવામાં આવે છે. જેથી કરીને સામાન્ય પબ્લિકને ખૂબ જ ઊંચા ભાવ આપવા પડે છે. તથા બહારની કોઈપણ વસ્તુ અંદર મલ્ટિપ્લેક્સમાં લઇ જવા દેવામાં આવતી નથી. સાથોસાથ આ ભાવ વધારો ખૂબ જ ઓછો હોવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. બહાર વીસ રૂપિયા ન મળતા કોલ્ડ્રિંક્સ અંદર ૨૦૦ રૂપિયાના વેચવામાં આવે છે.

હાલમાં જ એક વ્યક્તિ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માગવામાં આવી તો તેમાં એ વાતનો ખુલાસો થયો હતો કે સિનેમાહોલમાં તમે કોઈપણ પ્રકારનું ખાવાનું લઈ જઈ શકો છો અને તેના પર કોઇપણ જાતનો પ્રતિબંધ નથી. આવું કરતા તમને કોઈપણ વ્યક્તિ સિનેમા હોલમાં અટકાવે તો તે ગેરકાયદેસર છે. મલ્ટિપ્લેકસના માલિકો પાસે એવો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી કે તમને બહારથી લાવવામાં આવેલી ખાવાની કોઈપણ વસ્તુ અંદર લઈ જવા માટે અટકાવે.

આરટીઆઈમાં એવું જાણવા મળ્યું હતું કે વ્યક્તિ સિનેમા હોલમાં ફક્ત એ જ વસ્તુ લઈ જઈ શકે છે જે બંધ પેકેટમાં હોય તથા મલ્ટિપ્લેકસ માલિકો પણ સિનેમાઘર ની અંદર પેકેટમાં જ વસ્તુ વેચી શકે છે. તમે બહારથી ખાવા-પીવાની કોઈપણ વસ્તુ ખુલ્લી લઇ જઇ શકતા નથી.

ગયા વર્ષમાં મહારાષ્ટ્રમાં પણ આ મુદ્દો ખૂબ જ જોરશોરથી ઉઠાવવામાં આવેલ હતો ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર્શકોને તરફેણમાં ચુકાદો આપીને એ વાતની મંજૂરી આપી હતી કે વ્યક્તિ સિનેમા હોલમાં ખાવા-પીવાની કોઈપણ વસ્તુ સાથે લઈ જઈ શકે છે સાથોસાથ હાઇકોર્ટ દ્વારા મલ્ટિપ્લેકસના માલિકો ને પણ સૂચના આપવામાં આવેલ હતી કે તેઓ અંદર વસ્તુઓના ભાવો ને પણ નીચા કરી દેવામાં આવે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here