તમે જાણો છો કે માતાજીનાં માટીનાં ગરબાનું કેટલું છે ઐતિહાસીક મહત્વ?

0
3260

મિત્રો, નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે. તમને કદાચ ખબર નહી હોય કે, માટીનાં ગરબા પાછળ કેવો ઇતિહાસ છૂપાયો છે. આનો અર્થપૂર્ણ ઈતિહાસ જાણીને તમે છક્ક થઈ જશો. આપણાં વડવાઓ/ રૂષીમુનિઓએ હિન્દુ તહેવારોનું તર્કબદ્ધ રીતે એવું આયોજન કર્યું છે કે, વૈજ્ઞાનિકોને પણ કાન પકડવાં પડે.

તો ગરવા ગરબાનો ગર્વપૂર્ણ ઈતિહાસ જાણી લો અને જો તમને વાત ગળે ઉતરે તો તમારાં મિત્ર સર્કલ તેમજ ગૃપમાં શેર કરીને હિન્દુધર્મનું ગૌરવ વધારજો.

માટીનાં ગરબામાં તમે જોયું હોય તો ત્રણ હરોળ દેખાશે. મતલબ ત્રણ લાઇન. એવી એક લાઈનમાં નવ છિદ્રો હોય છે  એવાં ત્રણ હરોળ( લાઇન) પ્રમાણે ગણતરી કરતાં કુલ ૨૭ છિદ્રો થશે. નવ ગુણ્યા ત્રણ = ૨૭.

હવે આગળ વાંચો, આપણાં બ્રહ્માંડમાં પણ ૨૭ નક્ષત્રો છે એ કોઇ જાણકારને પૂછી લેજો. એક નક્ષત્રમાં ચાર ચરણ હોય તો ૨૭× ૪ લેખે ૧૦૮ થાય. એટલે કે એક માટીનો ગરબો માથે લઈને ૧૦૮ વખત પ્રદક્ષિણા કરવાથી એક બ્રહ્માડનું પુણ્ય મળે છે.

તો વડીલનો જવાબ હશે કે, એક બ્રહ્માંડનું પૂણ્ય મળે…હવે કહો , આપણાં વડવાઓ ખરેખર વૈજ્ઞાનિકોને આંટી જાય એવાં બુદ્ધિશાળી હતાં કે નહીં!! સાથોસાથ માટીનાં ગરબા બનાવનાર કુંભાર એટલે કે પ્રજાપતિ સમાજને પણ સલામ.

સંકલન : મહેન્દ્ર સંઘાણી (સુરત)
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here