તમે આ ધાર્મિક માન્યતા પાછળનાં વૈજ્ઞાનિક કારણો નહીં જાણતા હોય.

0
1764

આપણે જે ધાર્મિક માન્યતા ને અનુસરીએ છીએ અને માનીએ છીએ એની પાછળ હકીકતમાં વૈજ્ઞાનિક કારણો પણ છે જે આપણાં ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી અત્યારના જમાના પ્રમાણે બધું તૈયાર કર્યું હોય એવું લાગે છે. ચાલો તો એના કેટલાક ઉદાહરણો જોઈએ.

  • ભાદરવામાં શ્રાદ્ધ : કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાંને માટે શ્રાદ્ધ કરવાનું કીધું.
  • ગુજરાતી ડીશ : દરરોજ શરીરમાં 40 mg જેટલાં dietary fibre ની જરૂર હોય છે. એટલે સંભારો રાખ્યો. રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું. ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા. (Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં.)

  • ઉપવાસ : આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું.
  • હોળી અને દિવાળી : એ mass fumigation program છે. આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે. (હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું ?!)
  • મંદિર : મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા. મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત, પોતાની જાત સાથે વાત. (ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)

  • પીપળો પાદરે : પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય. જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ? પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે તો મકાન નબળું પડી જાય.
  • પીપળાની પૂજા શુ કામ? : પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..
  • પ્રસંગે આસોપાલવનાં તોરણ શુ કામ : આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં  પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય.

  • પૂનમ ભરવાનું : પૂનમ અને અમાસ ના દિવસે શરીર માં પાણી નું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય. આવી તો અનેક વાતો જે આપણે જાણતા નથી. લોકો ની સમજ ને ઓળખવા આપણે હજી ઘણું વિચારવાનું અને વાંચવાની જરૂર.

આપણો વારસો આપણી વિરાસત.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here