તમારું પોતાનું કોણ છે? જવાબ જાણવા માંગો છો તો જરૂર વાંચો

0
677

કોઈકે મને પૂછ્યું તારું પોતાનું કોણ છે. થોડાક સમયના મૌન પછી મારો જવાબ હતો જે બીજા કોઈ માટે મને નજર અંદાજ ના કરે તે મારું પોતાનું. જ્યારે માણસને પોતાની અંદર જોવા નુ આવડી જાય ત્યારે તે બીજાની લાગણીઓને સમજવા લાયક બની જાય છે.

કાચ અને સંબંધો બંને નાજુક હોય છે પણ આ બંનેમાં એક ફરક જરૂર હોય છે. કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધો ગેરસમજથી તૂટી જાય છે. ઘણા સારું ભણવા વાળા અને સારું લખવા વાડાને હોશિયાર ગણે છે. પણ હકીકતમાં હોશિયાર માણસ એ છે કે જે સારું બોલે અને સારું વિચારે.

આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ કે જ્યારે જીવનમાં ખુશીઓ મળે અને જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળી રહ્યું છે. અને જ્યારે જીવનમાં દુખ આવે જિંદગી રોવડાવે ત્યારે સમજી જવું કે સારા કાર્યો કરવાનો સમય આવી ગયો છે. ઘણીવાર સારા માણસો થી પણ ભૂલ થઈ જાય છે તેનો મતલબ એવો નથી હોતો કે તે ખરાબ છે તેનો મતલબ એ થાય કે તે માણસ છે.

તમારી ઉંમર અને તમારા પૈસા ઉપર કોઈ દિવસ વિશ્વાસ ન કરવો કેમકે જે કોઈ ચીજ વસ્તુઓ ગણતરીમાં આવી જાય તે એટલી જલ્દી પૂર્ણ થઇ જાય છે. હરેક સફળ માણસની પાછળ એક દુઃખમય કહાની જરૂર હોય છે. અને દરેક દુઃખમય કહાનીનો અંત સફળતા હોય છે.

એટલા માટે સમસ્યાને અને દુઃખોને સહન કરવાની આદત કરી દો અને સફળતા માટે તૈયાર થઈ જાઓ. કેમકે તમે એક હીરો છો અને તમારી કહાની ના લેખક પણ તમે જાતે જ છો. આગળ વધો અને તમારી સફળતા ના રસ્તા ઉપર વધતા જ રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here