તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયેલ છે કે નહીં, જાણો તેની પૂરી પ્રોસેસ

0
4

ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતાનાં એકાઉન્ટને ખોલ્યા બાદ પોતાનાં એકાઉન્ટ બંધ કરતાં પહેલાં એકાઉન્ટને લોગ-આઉટ કરવું જોઈએ. કેમકે તમે કદાચ ધ્યાન ન રાખો તો તમારું એકાઉન્ટ હેક થઇ શકે છે. આજકાલ બેદરકાર યૂઝર્સને લોગ-આઉટ કરવાની ચિંતા નહીં રાખતાં હોવાને કારણે પોતાની બેદરકારીનો ભોગ બનવું પડે છે. આ માટે તમારે તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં તે જાણવા માટે વખતો વખત એકાઉન્ટ ચકાસવું પડશે.

કેવી રીતે એકાઉન્ટ ચકાસવું?

સૌથી પહેલાં તમારે પાસવર્ડ હંમેશા યાદ રાખવો પડશે. એ પછી તમારે નીચે મુજબ એકાઉન્ટનાં નીચે દર્શાવેલ મુજબ સેટિંગ્સમાં જવું પડશે. એ પહેલાં આપણે ફેસબુકની તમામ ડિટેઇલ જાણવી પડશે. ફેસબુકનાં એક ફિચરમાં તમારાં એકાઉન્ટમાં ડિવાઇસ અને લોકેશનની જાણકારી આપેલી હોય છે.

આમાં સૌથી સરસ વાત એ છે કે, ફેસબુકનાં એક ફિચરની મદદ બાદ તમને તમારાં એકાઉન્ટમાં ક્યાં લોગ ઈન કરેલ છે અને તે પછી ક્યાં ડિવાઇસ ઉપર તમે એક્ટિવ છો. એ બધી વિગત પછી એ જગ્યાએ તમે લોગ – આઉટ પણ થઈ શકો છો. એ રીતે વખતો વખત ચેક કરીને તમારાં એકાઉન્ટને હેક કરતું અટકાવી શકશો. એ ડિવાઇસ અને લોકેશનનું લિસ્ટ તમને દેખાશે જ્યાં તમારાં એકાઉન્ટનો ઉપયોગ કરો છો. સાથોસાથ એ જગ્યાએ તમને સહેલાઈથી જાણી શકશો કે ડિવાઇસ ક્યાં પ્રકારનું છે. અથવા તો ક્યાં બ્રાઉઝરમાં એકાઉન્ટ ઓપન કરવામાં આવેલ છે. એ સિવાય છેલ્લે તમારું એકાઉન્ટ ક્યારે એક્સેસ થયું હતું જેમાં તારીખ અને સમયની વિગતો આપેલી હશે. જો કોઇપણ એકાઉન્ટ એક્ટિવિટી તમને સાવચેતી દાખવવાની ચેતવણી આપે તો તમે બધાં સક્રીવ ફેસબુક સેસન્સથી લોગ- આઉટ કરી શકો છો.

આ માટે તમારે આ સ્માર્ટફોન પર આ રીતે સ્ટેપ ફોલો કરવો પડશે

ફેસબુક એપ ઓપન કરો અને સેટિંગ્સમાં જાવ. અહીં સેટિંગ્સમાં સિક્યુરિટી સિલેક્ટ કરી સિક્યુરિટી અને લોગ ઈન પર Tap કરો. એકવાર સેટિંગ પેઝ ઓપન કરી પછી તમે લેફ્ટ સાઇડમાં બતાવેલ સિક્યુરીટી અને લોગ ઈન ઉપર સિલેક્ટ કરો. એ પછી Where you are logged સેક્શન પર જાવ. જ્યાં તમને તમારાં બધાં ડિવાઇસ અને લોકેશનનું લિસ્ટ દેખાશે. જ્યાં તમારાં એકાઉન્ટ એક્સેસ કરવામાં આવેલ છે.

બધાં સેસન્સની સામે દર્શાવેલ ડોટ્સ પર ક્લીક કરતાં જ તમને લોગ આઉટ કરેલ છે કે પછી એની પર રિપોર્ટ કરવાનો ઓપ્શન દેખાશે. સાથોસાથ તમને Log out of all sessions નો વિકલ્પ પણ મળશે. જે સિલેક્ટ કરી તમે બધાં ડિવાઇસ પર લોગ આઉટ થઇ શક્શો.

બસ આ બધી પ્રોસેસ બાદ તમે તમારા ફેસબુક એકાઉન્ટને હેક થતું અટકાવી શક્શો. આજકાલ ઘણાને પોતાનું એકાઉન્ટ એકાએક  હેક થયાનો કડવો અનુભવ થયાં પછી એ વ્યક્તિ હાંફળી ફાંફળી બનીને ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ ઉપયોગ થવાની ચિંતા વચ્ચે અગત્યની માહિતી લીક થઇ જશે કે પછી આર્થિક નુકસાન થવાનાં ડરથી કોઇ જાણકાર પાસે બધાં કામ પડતાં મૂકીને દોડી જશે. એટલે આટલી સાવચેતી રાખશો તો પછી તમને ક્યારેય એકાઉન્ટ હેક થવાનો ડર રહેશે નહીં.

લેખ સંપાદક: મહેન્દ્ર સંઘાણી ( વરિષ્ઠ પત્રકાર – સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here