તમારો પણ મોબાઇલ હેંગ થાય છે? જાણો તેનું કારણ અને બે મિનિટમાં મોબાઇલને બનાવો નવા જેવો

0
2026

જો તમે પણ મોબાઇલ હેંગ થવાની પરેશાનીથી કંટાળી ગયા છો તો આટીકલ સંપૂર્ણ વાંચજો. જેમાં અમે તમને એવી ટીપ્સ અને ટ્રીક્સ બતાવીશું જેના ઉપયોગથી તમે મોબાઇલ હેંગની પરેશાની દૂર કરી શકશો. જો તમે અહીંયા બતાવવામાં આવેલ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમારા મોબાઇલ ક્યારેય નહીં થાય.

મોબાઇલ હેંગ શા માટે થાય છે?

સૌથી પહેલા એ જાણી લઈએ કે આપણો મોબાઇલ હેંગ શા માટે થાય છે. સામાન્ય રીતે મોબાઇલ હેંગ થવા પાછળ ઘણાં કારણો હોય છે. જેમાં સૌથી ખાસ કારણ એ છે કે મોબાઈલ ની મેમરી ઓવરલોડ થઈ જવી. જ્યારે આપણે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે તેમના સોર્સ અને મા કૈશે બની જાય છે. આ એપ્લિકેશનને ડિલીટ કર્યા બાદ આ ફાઇલ જંક ફાઈલ બની જાય છે. જેના લીધે મોબાઇલ હેંગ થવાની પરેશાની થવા લાગે છે.

મોબાઇલ હેંગ થવાથી કઈ રીતે બચાવવો

સૌથી પહેલા તમારે મોબાઇલના ફાઈલ મેનેજર માં જવાનું છે અને નકામી ફાઈલો ને ડીલીટ કરી દેવાની છે. જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તેની સોર્સ ફાઈલ ફાઈલ મેનેજર માં ઓટોમેટીક સેવ થઈ જાય છે. પરંતુ જ્યારે તમે એપ્લિકેશન ડીલીટ કરો છો ત્યારે તે જંક ફાઈલ બની જાય છે. જેના લીધે મોબાઇલમાં વારંવાર હેંગ થવાની પરેશાનીનો સામનો કરવો પડે છે.

મોબાઈલના સેટિંગમાં જઇને સ્ટોરેજ ઓપ્શનમાં જવાનું રહેશે. અહીંયા તમારે સ્ટોરેજમાં જવાનું છે અને Unnecessary Data ડિલીટ કરી દેવાના છે. જેના લીધે તમારા મોબાઇલમાં જે પણ કૈસે અથવા નકામી ફાઈલો હશે તે બધી જ ડીલીટ થઈ જશે. આવું કરવાથી તમારા મોબાઇલની થોડી મેમરી ખાલી થઈ જશે.

Duplicate File Fixer

આ સિવાય પોતાના મોબાઈલમાં તમારે જે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવાની છે. પહેલી Duplicate File Fixer અને બીજી Booster+. ઘણીવાર આપણા મોબાઇલમાં ફાઈલ ની ડુપ્લીકેટ ફાઇલ બની જાય છે જેના કારણે મોબાઇલ મેમરી ફૂલ થઇ જાય છે. આ એપ્લિકેશનની મદદથી આસાનીથી ડુપ્લીકેટ ફાઈલને ડીલીટ કરી શકાય છે.

Booster+

આ એપ્લીકેશનની મદદથી મોબાઇલમાં રહેલ જંક ફાઇલ ડીલીટ કરવામાં મદદ મળે છે. એપ્લિકેશન ઓપન કરીને જંક ફાઈલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તે સ્કેન કરીને તમને જણાવશે કે મોબાઈલમાં આટલી જંક ફાઇલ રહેલી છે તો તમારે એ બધી જ જંક ફાઈલ ડીલીટ કરવાની રહેશે. જો આ ટિપ્સનો તમે સમય સમય પર ઉપયોગ કરતા રહેશો તો તમારો મોબાઈલ ક્યારે પણ હેંગ નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here