તમારી પોતાની કિંમત કેટલી? જો જાણવા માંગતા હોય તો જરૂરથી વાંચજો

0
1525

એક યુવાને પોતાના પિતાને સવાલ કર્યો કે, “ઈશ્વર દ્વારા આપવામાં આવેલા આ માનવ જીવનનું મૂલ્ય શું છે?” તેના જવાબમાં પિતાએ એ યુવાન દીકરાના હાથમાં એક પથ્થર મૂક્યો અને તેને કહ્યું કે, “તું આ પથ્થર લઇને કોઈપણ શાકભાજી વેંચતા વ્યક્તિ પાસે જા, એ આ પથ્થર નો ભાવ પૂછે તો તું ફક્ત બે આંગળી ઉંચી કરજે.”

પિતાની આજ્ઞાનું પાલન કરતા યુવાન પથ્થર ને લઈને બજારમાં શાકમાર્કેટમાં ગયો. ત્યાં તેણે ઘણાં શાકભાજી વાળાઓને આ પથ્થર બતાવ્યો તેમાંથી એક વ્યક્તિને આ પથ્થર ગમ્યો અને તેને વિચાર આવ્યો કે આ પથ્થર સારો છે હું તેને શાકભાજી નું વજન કરવા માટે વજન યા તરીકે ઉપયોગ કરીશ. જેને પથ્થર નો ભાવ પૂછ્યો એટલે તે યુવાને બે આંગળીઓ ઉંચી કરી. શાકભાજીના વેપારી એ નકાર માં મોઢું હલાવી ને ના પાડી અને કહ્યું કે, “આવા નાના પથ્થરના તે કંઈ બે રૂપિયા હોતા હશે?”

તે યુવાને આ સમગ્ર વાત ઘરે આવીને પોતાના પિતાને જણાવી. પિતાએ તેને પથ્થર લઇને કોઈ એન્ટીક વસ્તુઓ ના વેપારી પાસે મોકલ્યો. છોકરો બજારમાં એન્ટીક વસ્તુઓ ના વેપારીને મળ્યો અને તેના પથ્થર બતાવ્યો એટલે વેપારીએ તે યુવાનને પથ્થર નો ભાવ પૂછ્યો. યુવાને પિતાના જણાવ્યા અનુસાર ફરી પોતાની બે આંગળીઓ તેને બતાવી. તો વેપારીએ કહ્યુ કે, “હા, મને બે હજાર રૂપિયામાં આ પથ્થર ખરીદવામાં કોઈ વાંધો નથી.”

યુવાન દીકરા એ ઘરે આવીને પોતાના પિતાને આ સમગ્ર વાત જણાવી ત્યારે પિતાજીએ આ યુવાનને એક ઝવેરી પાસે જવા માટે કહ્યું. યુવાને પિતાજીના જણાવ્યા અનુસાર એ પથ્થર ઝવેરીને બતાવીને વેચવા માટેની તૈયારી બતાવી. ઝવેરીએ જ્યારે પથ્થર નો ભાવ પૂછ્યો ત્યારે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ તરત જ પોતાને મુનીમને બોલાવીને કહ્યું કે, “આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને તેની પાસેથી આ પથ્થર લઈ લો.”

આ વાત સાંભળીને યુવાનને ખૂબ જ આશ્ચર્ય થયું. કોઈ વ્યક્તિને આ પથ્થર બે રૂપિયામાં પણ ખૂબ જ મોંઘો લાગી રહ્યો હતો તો કોઈ વ્યક્તિ આ પથ્થર માટે બે લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપવા પણ તૈયાર થઈ ગયા.

યુવાનના પિતાએ તેને કહ્યું કે, “બેટા, માનવજીવન પણ આ પથ્થર જેવું જ કહી શકાય છે. પોતાનું કેટલું મૂલ્ય મેળવવું એ દરેક વ્યક્તિના પોતાના હાથમાં છે. તમે ગરીબ છો કે અમીર છો? ‌ તમે કઈ જ્ઞાતિ માં જન્મ્યા છો? ‌ તમે કાળા છો કે રૂપાળા છો? ‌ એક કોઈ વાતો મહત્વ રાખતી નથી. સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારી જાતને તમે કઈ વ્યક્તિ પાસે લઈ જાવ છો.

મિત્રો, સમગ્ર જીવન દરમિયાન આપણો સંગ એ આપણું મૂલ્ય નક્કી કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે પણ જીવનમાં મૂલ્યવાન બનવા ઈચ્છતા હોય તો ઝવેરી જેવા લોકોનો સંગ ખુબજ આવશ્યક બની રહે છે.

નોંધ : ઝવેરી શબ્દનો અર્થ એટલે એવા લોકો કે જે તમારી કિંમત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here