ટી-૨૦ માંથી ધોની યુગનો અંત

0
531

ફિલ્મોમાં તમે જોવો છો કે ફિલ્મનો મહાનાયક હોય છે એ કહાની ના અંતમાં જીતે અને જીતતો જ રહે છે જ્યારે રમત ગમતમાં આવું નથી થતું. મહેન્દ્રસિંગ ધોની જેને T-20 ક્રિકેટને એક નવું રૂપ આપ્યું અને ભારતને T-20 વર્લ્ડ કપ જિતાડયો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ધોનીને ટી-20 ફોરમેટ માંથી પડતો મૂકવામાં આવશે. પણ કાલે રાતે એવું થયું પણ ખરું. એકતરફ ૨૪ ડિસેમ્બર ૨૦૦૭ ના રોજ પોતાની કપ્તાનીમાં T-20 વર્લ્ડ કપ જિતાડયો અને કાલે રાતે એમને પહેલી વાર કોઈપણ ક્રિકેટ ફોરમેટ માંથી પડતાં મૂકવામાં આવ્યા હોય એવું બન્યું.

જો કે સિલેક્ટરોએ એવું કહ્યું કે બીજા વિકેટકીપર ની શોધ માટે આવું કરવામાં આવ્યું છે પરંતુ West Indies અને Australia બંને ટીમ સામે ધોનીને ટીમ માંથી બાકાત રાખવા આવ્યો. હવે ધોની ફક્ત તમને એક જ ફોરમેટમાં એક દિવસીય મેચમાં રમતો જોઈ શકશો, જેનો વર્લ્ડ કપ પણ આગામી વર્ષમાં જૂન-જુલાઈમાં આવી રહ્યો છે. તો શું ૨૦૧૯નો વર્લ્ડ કપ ધોનીની આખરી સિરીજ હશે?

 

ક્રિકેટ વિશ્વમાં ધોની જ એક એવો કપ્તાન છે જેને ત્રણેય ફોરમેટમાં કપ્તાની કરીને વર્લ્ડ કપ જીતેલા છે. કાલે રાતે ટીમ સિલેક્ટ માટેની મીટિંગ જે ચાલી એ સાંજના ૭ વાગ્યે પૂરી થવાની હતી પરંતુ ૭ ના બદલે એ મીટિંગ રાતના ૧૧ વાગ્યા સુધી ચાલી ત્યારે જ અંદાજ લાગી રહ્યો હતો કે કઈક નવું સામે આવશે. અને આખરે ૧૧ વાગ્યે એક બોમ્બ પડ્યો અને એમ બોમ્બ હતો ધોની બોમ્બ.

૨૦૧૮માં ધોનીની રમત થોડી નબળી પડી, દરેક મેચમાં તેમની પાસેથી આશા રાખવામા આવતી પરંતુ દર વખતે એ આશા પૂરી ના થતી હતી. ધોનીની રમત નબળી પડતી ગઈ તેમ તેની અસર ભારતની રમત પર પણ દેખાઈ. છેલ્લા ૨ વર્ષમાં જોઈએ તો ટી-૨૦ માં ધોનીના આંકડા વિરાટ કોહલી કરતાં પણ સારા રહ્યા છે, પછી એ એવરેજ હોય કે સ્ટ્રાઇક રેટ.

હવે સવાલ એ ઊભો થાય છે કે આ નિર્ણય કોનો છે? સ્પષ્ટ વાત છે કે આ નિર્ણય ધોનીનો તો ન હોય શકે. શું સિલેકશન કમિટી આ નિર્ણય લઈ શકે કે ધોની ને પડતો મૂકવામાં આવે, કે પછી આ કપ્તાન અને કોચનો નિર્ણય છે?

અત્યારની પરિસ્થિતી જોતાં એવું નકારી પણ ન શકાય કે કદાચ ધોની ને ૨૦૧૯ના વર્લ્ડ કપ માં પણ પડતો મૂકી શકે છે. અત્યારે ધોનીની જગ્યા એ બીજા કોઈ વિકેટકીપર ને રમાડવાનો ઈશારો તો એ તરફ જ કરે છે. શું હવે ટીમ ઈન્ડિયાને ધોનીની જરૂર નથી રહી? આ પહેલા પણ ભારતના મહાન ખેલાડીમાં જેમનું નામ આવે છે એવા સચિન તેંડુલકરને પણ ટીમમાંથી પડતાં મૂકવામાં આવેલા છે. હવે જોવાનું એ રહ્યું કે ધોનીને ૨૦૧૯નો વર્લ્ડ કપ રમાડવામાં આવે છે કે નહીં.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here