સ્વાદિષ્ટ અને ચટાકેદાર ફ્રેન્કી બનાવવાની રેસીપી અત્યારે જ જાણી લો

0
2514

ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો. હવે તેમાં લીલા મરચાની, લસણ અને આદુની પેસ્ટ નાંખવી અને તેને એક મિનિટ સુધી મીડીયમ ગેસ ઉપર સાંતળતા રહેવું. હવે તેમાં મસાલા એડ કરવા લાલ મરચું, મરી મસાલો, હળદર, મીઠું, ચાટ મસાલો, ચાટ મસાલો થોડો વધુ પ્રમાણમાં નાખવો. આ બધા મસાલા ની સારી રીતે મિક્સ કરી લેવું.

હવે તેમાં બે ચમચી ઝીણા સમારેલા ધાણા એડ કરવા હવે તેમાં બાફી અને ઠંડા કરેલા બટાકાને એડ કરવા હવે તે બટાકાને મસાલાવાળા મિશ્રણમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવું. મિક્સ થઇ ગયા પછી બટાકા ઠંડા થાય ત્યાં સુધી સાઈડમાં મુકી દેવા.

હવે આચાર બનાવવા માટે ચાર ચમચી વિનેગર લેવું તેમાં ઝીણા બારીક સમારેલા ત્રણ મરચા નાખવા અને તેમાં થોડુંક મીઠું નાંખી અને મિક્સ કરવુ હવે તેને 30 મિનિટ સુધી સાઈડમાં મુકી દેવું તેનાથી તેમાં ખૂબ જ સારો ફ્લેવર આવશે થોડો ખાટો અને મીઠો.

હવે ફેંકીને રોટલી બનાવવા માટે લોટ તૈયાર કરવો એક થાળમાં એક વાટકી મેંદાનો લોટ લેવો અને થોડોક ઘઉંનો લોટ એડ કરવો. હવે તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી અને થોડું થોડું પાણી લઇ અને લોટ બાંધવો અને લોટ નરમ રહે તે ધ્યાન રાખવું. આમાં ઈચ્છા પ્રમાણે તમે ખાલી ઘઉંનો લોટ કે પછી મેંદો પણ યુઝ કરી શકો છો.

તૈયાર થયેલા લોટને ૧૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો. હવે દસ મિનિટ પછી તે લોટના નાના-નાના લૂણાં બનાવવા અને તેને સરખા મિક્સ કરીને રોટલી બનાવવી. રોટલી બનાવતી વખતે તેની ઉપર થોડો થોડો કોરો મેંદાનો લોટ મિક્સ કરી અને પાતળી રોટલી બનાવવી. હવે તવી ને ગરમ કરી તે રોટલીને તેની ઉપર 10 20 સેકન્ડ જેટલી શેકી લેવી. આવી રીતે બધી જ ફ્રેન્કી માટેની રોટલી દસથી વીસ સેકન્ડ માટે જ શેકી લેવી.

હવે ફ્રેન્કી બનાવવા માટે બટાકાના મિશ્રણને કટલેસ શેપમાં બનાવી લેવા. હવે ગરમ તવામાં થોડુંક તેલ અને બટર નાખો. બટર મિક્સ થઈ જાય તેના પછી તેમાં રોટલી નાખો અને રોટલી થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને તે જ તવીમાં કટલેસ શેપ માં બનાવેલું બટાકાના મિશ્રણને મૂકો અને તે જ તેલ બટરમાં તેને શેકી લેવુ. નોર્મલ ગોલ્ડન થાય ત્યાં સુધી.

હવે તે આલું આ મિશ્રણને રોટલી માં મૂકી દેવું અને થોડોક લાંબો આકાર આપી દેવો જેથી તે રોટલી માં સારી રીતે મિક્સ થઈ જાય. હવે તે મિશ્રણ ઉપર ઝીણી સમારેલી ડુંગળી નાખવી તેની ઉપર થોડોક ચાટ મસાલો ભભરાવી દેવો જો તમારા પાસે ફ્રેન્કી મસાલો હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

હવે તેની ઉપર બનાવેલું મરચાના આચારને નાખવુ અને તેની ઉપર લીલા ધાણા અને લાસ્ટ માં લીલા મરચાની ચટણી નાખવી. જો તમને સેજવાન ફ્રેન્કી પસંદ હોય તો રોટલી ઉપર સૌથી પહેલા સેજવાન ચટણી મિક્સ કરી લેવી. હવે તેને રોલ કરી લેવું. આવી રીતે દરેક ફ્રેન્કી તૈયાર કરી લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here