હંમેશા વડીલો આપણને વહેલી સવારે ઊઠીને સૂર્યદેવને જળ ચડાવવાનું કહે છે. શું તમને જાણો છો કે તેના પાછળનું કારણ શું છે? અત્યારની પેઢી અને મોટા ભાગના યુવાનો આ વાતથી બિલકુલ અજાણ જ હશે. પરંતુ સૂર્યદેવને જળ ચડાવવાના ઘણા ફાયદાઓ છે. આજે અમે તમને બતાવીશુ કે સૂર્યદેવને જળ ચડાવવાથી શું શું ફાયદાઓ થાય છે.
મહાભારતની કથા અનુસાર દાનવીર કર્ણ સૂર્યદેવની પૂજા કરતાં હતા. કર્ણ દરરોજ સૂર્યદેવ ને જળનું અર્ધ્ય દેતા હતા. શાસ્ત્રમાં કહેવામા આવેલું છે કે દરેક વ્યક્તિએ દરરોજ સૂર્યને અર્ધ્ય દેવું જોઈએ. આજે પણ ઘણા લોકો આનું પાલન કરે છે. સૂર્યને જળ ચડાવીને જીવનની ઘણી સમસ્યાઓથી આસાનીથી છૂટકારો મેળવી શકે છે.
સૂર્યદેવનું આપણાં ભારતીય સમાજમાં એક વિશેષ મહત્વ છે કેમ કે આપણે તેને ભગવાન માનીએ છીએ અને તેનું પૂજન કરીએ છીએ. જો સૂર્ય નથી તો કઈ પણ નથી કેમ કે પૃથ્વી પર જીવન સૂર્યના પ્રકાશ વિના સંભવ નથી. માન્યતા અનુસાર જો તમારા પર સૂર્યની કૃપા છે એટલે કે તમારી કુંડળીમાં સૂર્ય ઉચ્ચ સ્થાન પર છે. તો તમને તેનો ફાયદો દરેક રીતે મળે છે જે લોકો સૂર્યને જળ ચડાવે છે, એવ લોકો પર સૂર્યદેવની કૃપા કાયમ માટે રહે છે. તેના લીધે તમારા જીવનમાં ધનની ક્યારેય કમી રહેતી નથી અને સફળતા હંમેશા તમારો હાથ પકડી રાખે છે.
જો તમે સૂર્યને અર્ધ્ય આપો છો તો ગ્રહોની ખરાબ અસરનો પ્રભાવ ઓછો થવા લાગે છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે. તમે એક અંગ્રેજી કહેવત તો જરૂર સાંભળી હશે છે કે Early to bed and early to rise makes a person healthy, wealthy and wise. જો રાતે તમે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઊઠીને સૂર્ય નારાયણને જળ ચડાવો છો તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે.
સૂર્ય નારાયણને જળ ચડાવવાથી વિદ્યાર્થી બાળકોની યાદશક્તિ સારી રહે છે, સવારનો હળવો તડકો અને ચોખ્ખી હવા તમારી યાદશક્તિ માટે ખૂબ જ લાભદાયક છે. તેના લીધે માનસિક તાણ અને ચિંતાઓ માંથી છૂટકારો મળે છે.
તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.
(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !
Very nice 👍🏻 informative for all & as specialty for new generation, Thanks 🙏