સૂર્યદેવને જળ ચડાવતા સમયે કરો આ મંત્રનો ઉચ્ચાર, કુબેર મહારાજ થશે પ્રસન્ન અને કરશે ધનવર્ષા

0
3580

પૃથ્વીની ઉત્પતિ જ્યારથી થઈ અને માનવનું અસ્તિત્વ જ્યાર થી છે ત્યારથી તેના અસ્તિત્વનું એકમાત્ર કારણ સૂર્યદેવ રહ્યા છે. સૂર્ય ઉર્જા જ માનવને દરેક પ્રકારની શક્તિઓ અને શક્તિના સ્ત્રોત આપે છે. હિન્દુ ધર્મગ્રંથોમાં અને માન્યતાઓમા પણ સૂર્યદેવનું સ્થાન હંમેશા ઊંચું રહ્યું છે. સૂર્યદેવને જળ ચડાવવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો તથા લાભો રહેલા છે. આ સિવાય સૂર્યદેવને જળ ચડાવવાથી શરીરને પણ ફાયદાઓ થાય છે.

જે વ્યક્તિની કુંડળીમાં સૂર્યનો ગ્રહ મજબૂત હોય તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી હોય છે. પોતાના દરેક કાર્યોમાં તેનો પ્રભાવ રહે છે અને તેના કારણે તેને દરેક કાર્યોમાં સફળતા મળે છે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. આ બધા માટે કુંડળીમાં સૂર્યદેવ નું મજબૂત હોવું જરૂરી છે.

Surya Argh_01

હવે જે લોકોને કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત નથી તેમણે શું કરવું જોઈએ? તો જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહને કુંડળીમાં મજબૂત કરવા માટે સવારે સૂર્યોદયના સમયે સૂર્યદેવને જળ ચડાવવાનું કહેવામા આવે છે. પણ સૂર્ય દેવને જળ ચડાવવાની સાથે એક વાતનું ખાસ પાલન કરવું જરૂરી છે જો તમે સૂર્યદેવને રાજી કરવા માંગો છો તો.

સૂર્ય દેવને જળ ચડાવતા સમયે તમારે “ૐ ઘૃણિ: સૂર્ય આદિવ્યોમ” નામના મંત્રનો જપ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. આ મંત્રથી શરીર પણ હકારાત્મક પ્રભાવો પડે છે અને ઉર્જાનો સંચાર થાય છે. આ રીતે સૂર્યદેવને જળ ચડાવવાથી વેપાર અને ધંધામાં વૃધ્ધિ થાય છે. ધનનો વ્યય થતો અટકે છે અને પૈસા ખોટી જગ્યા એ ફસતા અટકે છે. ઘરમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

Surya Argh_03

આ સિવાય સૂર્યદેવને જળ ચડાવવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. સૂર્યદેવને જળ ચડાવવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે એવું વિજ્ઞાન પણ સાબિત કરી ચૂક્યું છે. સૂર્યને જળ ચડાવવાથી વ્યક્તિત્વ તેજસ્વી બને છે અને ચામડીના રોગો પણ થતાં નથી અને ચમડીમાં ચમક આવે છે.

સૂર્યને જળ ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે સૂર્યદેવને ક્યારેય આપણ સીધા ના જોવા. જળ ચડાવતી વખતે પાણીથી ધારાની વચ્ચેથી સૂર્યદેવના દર્શન કરવા. આ રીતે સૂર્યદેવના દર્શન કરવાથી તમારી આંખીની દ્રષ્ટિ પણ વધશે અને જોવાની ક્ષમતામાં વધારો થશે સાથો સાથ આંખના નંબરમાં પણ રાહત મળશે.

સવારે બને તેટલું વહેલું સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ, સૂર્યદેવને સવારે સૂર્યોદય સમયે જળ ચડાવવું જોઈએ. છતાં પણ મોડુ થાય તો મોડમાં મોડુ ૭ થી ૮ વાગ્યા સુધીમાં જળ અર્પણ કરવું જોઈએ. વધુ મોડેથી સૂર્યદેવને જળ ના ચડાવવું જોઈએ.

સૂર્યદેવને જળ ચડાવવા માટે ખાસ તાંબાના લોટનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્યદેવને ચડાવવા માટેનું જળ શુધ્ધ હોવું જોઈએ સાથો સાથ તેમાં, ચોખા, કંકુ, ચંદન, ફૂલ, ગોળ વગેરે પુજા સામગ્રી નાંખવી જોઈએ અને ત્યારબાદ એ જળ સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here