સુરતનું આ વૃધ્ધ દંપતિ પોતાની ૧૮૦ કરોડની મિલકત દાનમાં આપીને વૃધ્ધાશ્રમ ચાલ્યા ગયા

0
1551

સમાજમાં અવારનવાર આપણને માનવતા ને મહેકાવતા દાખલા અવશ્ય જોવા મળી જાય છે. ઘણા લોકો પોતાની આવકનો અમુક હિસ્સો દાનમાં આપતા હોય છે. પરંતુ જ્યારે જીવનના છેલ્લા તબક્કામાં વ્યક્તિને પૈસાની સૌથી વધુ જરૂરિયાત હોય છે ત્યારે બધા જ પૈસાનું દાન કરવું એ ખૂબ જ હિંમતનું તથા પુણ્ય નું કામ છે.

આવો જ એક કિસ્સો ગુજરાતના સુરત શહેરમાં સામે આવેલ છે. જેમાં એક વૃધ્ધ દંપતીએ પોતાના જીવનની સમગ્ર મિલ્કત દાન આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. સુરતના આ વૃધ્ધ દંપતીએ પોતાની ૧૮૦ કરોડની મિલકત દાનમાં આપી દીધેલ છે. ગુજરાતના સુરતમાં રહેતા આ દંપતી ની ઉંમર પણ ખૂબ જ વધારે છે અને તેઓ વયોવૃદ્ધ છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૯૭ વર્ષના નરોત્તમભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન ૮૪ વર્ષના છે. તેઓ નિસંતાન છે. પરંતુ તેમની આવક એટલી બધી હતી કે તેઓ એકસાથે ઘણા લોકોનું સારું કરી શકે.

હવે વૃદ્ધાશ્રમમાં જઈ ચૂકેલા દંપતીએ લોકોની ભલાઈ માટે કંઈક આવું જ કામ કર્યું છે. તેઓના જણાવ્યા અનુસાર તેઓ પોતાની મિલકત કોઈ સારા કામ માટે ઉપયોગમાં આવે તેવું જોવા ઈચ્છે છે. આ વૃદ્ધ દંપતી હવે ફક્ત પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા છે. તેમના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયા સારી રીતે થઈ શકે એટલા માટે બન્ને પહેલાથી જ 50000 રૂપિયા અલગ જમા કરાવીને રાખ્યા છે.

લક્ષ્મીબેન કહે છે કે જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ ફક્ત ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. તેઓ નથી ઇચ્છતા કે આજના મોર્ડન યુગમાં તેમના ગામના બાળકો અભ્યાસ ન કરી શકે. તેઓ ઈચ્છે છે કે જે ગામના રહેવાસી છે તે ગામનું કોઈપણ રીતે વિકાસ થાય. આ પહેલાં પણ તેઓ પોતાની મિલકતમાંથી સ્કૂલ બનાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here