સુરતનો પ્રખ્યાત લોચો ઘરે બનાવવાની સરળ રીત

0
1529

સામગ્રી :

 • ચણાની દાળ : ૧ વાડકી,
 • અડદ ની દાળ : ૧ ચમચી
 • ચણાનો લોટ : ૧ ચમચી
 • ક્રશ કરેલું લીલું મરચું : ૧ ચમચી
 • મીઠું : સ્વાદ અનુસાર
 • હળદર : ચપટી
 • પાણી : જરૂર મુજબ
 • ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ : પા ચમચી,
 • ખમણનો ટુકડો : એક
 • સંચળ : જરૂર મુજબ,
 • શેકેલા જીરાનો પાવડર : જરૂર મુજબ,
 • મરી : સ્વાદ અનુસાર,
 • ડુંગળી : ઝીણી સમારેલી એક,
 • ઝીણી સેવ જરૂર મુજબ,
 • માખણ :બે થી ત્રણ ચમચા
 • સિંગ તેલ : ૨ ચમચી
 • આમચૂર પાઉડર : સ્વાદ પ્રમાણે
 • ચટણી માટે કોથમીર, પાલક.

મિત્રો સુરતી લોચો બનાવવા માટે સૌ પ્રથમ ચણાની દાળને પલાળી દો અને તેમાં એક ચમચી અડદની દાળ ઉમેરો પાંચ કલાક માટે પલાળો. પછી પલાળેલી દાળને મિક્સરમાં પીસી લેવા સૌ પહેલા તેને પાણી વગર જ પીસી લેવું. એ પછી તેમાં એક ચમચી ચણાનો લોટ અને એક કપ પાણી ઉમેરી ફરીથી મિક્સચર માં પીસી લેવું. એક સ્મૂથ પેસ્ટ બનાવવી.

હવે તે પેસ્ટ માં હળદર ખાવાનો સોડા મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરો પછી તેમાં તેલ મિક્સ કરીને ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહો. હવે કરેલી પેસ્ટ ને એક ઢોકળાની ડિશમાં કે એક બાઉલમાં કાઢી તેના ઉપર મરચું છાટો. હવે તેને સ્ટીમરમાં મૂકી દ્યો તેમાં નીચે પાણી નાખી અને તેને વરાળમાં બાફો.

તેને ઢાંકી દઈ પંદરથી વીસ મિનિટ તેને વરાળમાં મીડિયમ આંચમાં બફાવા દેવું. જ્યાં સુધી તે બફાય ત્યાં સુધી આપણે લોચો મસાલો તૈયાર કરી લેવો. તેના માટે જીરૂ પાવડર, તીખા ,સંચળ, આમચૂર પાઉડર, લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો સામગ્રી પ્રમાણે લઇ તેને મિક્સ કરવો.

હવે લોચાને એક પ્લેટમાં કાઢી લો હવે તેના પર સીંગતેલ, બટર, લોચો મસાલો, ડુંગરી, લીલી ચટણી, સેવ અને કોથમીરથી તેને ગાર્નિશ કરો, લીલી ચટણી સુરતી લોચો સાથે સરસ ટેસ્ટ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here