સુરતનો પ્રખ્યાત કોલ્ડ કોકો બનાવવાની રીત, નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે

0
4722

સુરતનો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. આ પીણું નાના મોટા સૌને પસંદ આવે છે. હવે તો ફક્ત સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃધ્ધોને પણ કોલ્ડ કોકો ખૂબ જ પસંદ આવે છે. જો તમે પણ આ સુરતી કોલ્ડ કોકો ઘરે બનાવવા ઈચ્છો છો તો અમે તમને અહી તેની રેસીપી જણાવીશું.

સામગ્રી : 500 મી.લી. દુધ, ૩ મોટી ચમચી ખાંડ, ૧ ચમચી કોર્નફ્લોર, ૧ ચમચી કોકો પાઉડર.

કોકો બનાવવાની રીત : સૌથી પહેલા દુધમાં કોર્નફ્લોર અને કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ગેસ પર ગરમ કરવા મૂકી દો. બે વાર ઊભરો આવે એટલે તેમાં હવે ૩ ચમચી ખાંડ નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરી લો.

આ મિશ્રણ ઠંડુ થયા બાદ તેને ફ્રીજમાં રાખી દો અને ઠંડુ થવા દો. ફ્રીજમાં ૫ થી ૬ કલાક જેટલું રાખ્યા બાદ તેને તમારી જરૂરિયાત અને સ્વાદ મુજબ આઇસક્રીમ, ડ્રાયફ્રૂટ અને ચોકલેટ ચિપ્સ ઉપર ઉમેરીને સર્વ કરો.

તો હવે તૈયાર થઈ છે નાના મોટા સૌને પસંદ આવે એવો કોલ્ડ કોકો. ઉનાળાની આ ગરમીના મહેમાનોને પીવડાવો અને તેમની વાહ વાહ મેળવો.

રેસીપી : અજંતા એસેન્સ – સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here