સુરતની પ્રખ્યાત આલુ પુરીની રેસીપી, લોકોને ચટાકેદાર સ્વાદ દાઢે વળગી જશે

0
1537

સૌપ્રથમ આલુ પુરી બનાવવા માટે તૈયાર કરશુ તેનો રગડો. કઢાઇમાં તેલ ગરમ થયા પછી તેમાં દોઢ ચમચી લીલા મરચાની પેસ્ટ, અને દોઢ ચમચી લસણની પેસ્ટ નાખીને થોડીક સાંતળી લેવી. હવે તેમાં ૩ થી ૪ બાફેલા બટાકા ના ચોરસ ટુકડા અને બાફેલા દોઢસો ગ્રામ સફેદ વટાણા નાખીને મિક્સ કરી લેવું.

હવે તેમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરુ પાઉડર, એક ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું. હવે આ રગડા ને થોડોક ટાઈમ ઊકળવા દેવું. આલુ પુરી નો રગડો તૈયાર થઈ જાય પછી પૂરી બનાવવા માટે મેંદામાં થોડું મીઠું અને તેલ નાખીને કડક લોટ બાંધી લેવો.

આ લોટને 15થી 20 મિનિટ સુધી રહેવા દેવો. હવે બાંધેલા લોટમાંથી એક મોટો લૂઓ લઈ અને મોટી રોટલી વણી લેવી. હવે નાની વાટકીની મદદથી પૂરી તૈયાર કરી લેવી. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં તે પૂરીઓ તળી લેવી. પૂરીઓ તળાઈ ગયા પછી એક બાઉલમાં કાઢી લેવી.

હવે તૈયાર થયેલી પૂરીને સર્વિંગ પ્લેટમાં કાઢી અને તેની ઉપર રગડો મૂકવો રગડા નું પ્રમાણ થોડુંક વધારે રાખવું. હવે તેની ઉપર લીલી ચટણી અને કોકમ અને ગોળ ની ચટણી પણ મૂકી દેવી ચટણી નું પ્રમાણ આપણા સ્વાદ અનુસાર લેવુ.

હવે તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, તીખી સેવ અને ઝીણા સમારેલી લીલી ડુંગળી નાખવી. તૈયાર છે ચટાકેદાર  સુરતની આલુપુરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here