સુરતના ફાયરબ્રિગેડ વિભાગ પાસે ૨૨ માળ સુધી પહોચી શકાય તેવી સીડી છે, તો પછી શા માટે ના પહોચી એ દિવસે?

1
515

સુરતના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ માં લાગેલી આગ બાદ પ્રશાસન હવે નિશાના ઉપર છે. આ દુર્ઘટનામાં 22 લોકોનું મૃત્યુ થયેલ છે. આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહેલ અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડના કર્મચારીઓ પાસે ચાર માળ સુધી પહોંચવા માટેની લાંબી સીડી નહોતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીને શરૂઆતના તપાસ રિપોર્ટ આવ્યા બાદ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પૂરી એ પ્રશાસનની ખામી તરફ ઈશારો કર્યો હતો.

પુરી એ જણાવ્યું હતું કે, “આલોચના કરવામાં આવી રહી છે તે યોગ્ય છે. સીડી ચોથા માળ સુધી પહોંચી શકી નહોતી. આ સીડી ની ડિઝાઇન સમગ્ર દેશમાં એક જેવી જ હોય છે. આ સીડી ની ઊંચાઈ 10.5 મીટર હોય છે, જ્યારે બિલ્ડીંગ (તક્ષશીલા કોમ્પ્લેક્ષ, જ્યાં આગની દુર્ઘટના બનેલ) ૧૩.૫ – ૧૪ મીટર ઊંચી હતી. એટલા માટે થઈને સીધી ફક્ત ત્રણ માળ સુધી જ પહોંચી શકી.

મુકેશ પૂરી એ હાઇડ્રોલિક ફાયર બ્રિગેડ ગાડીઓ વિશે પણ જાણકારી આપી. તેમના જણાવ્યા અનુસાર સુરતના ફાયરબ્રિગેડ વિભાગ પાસે દે હાઇડ્રોલિક ગાડીઓ પણ છે. એક 55 મીટર સુધી પહોંચી શકે છે. અને બીજી ૭૦ મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે એટલે કે અંદાજે 20 થી 22 માળની બિલ્ડીંગ સુધી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાઇડ્રોલિક ફાયર બ્રિગેડ ગાડીઓને આગ લાગવાનો સંદેશ મોડેથી પહોંચ્યો હતો. જ્યારે નાની ગાડીઓ સુધી આ મેસેજ જલ્દી પહોંચી ગયો હતો. જ્યાં સુધી માં હાઇડ્રોલિક ગાડીઓ ત્યાં પહોંચતી ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. સરકારી નિર્દેશો ના જણાવ્યા અનુસાર જે કોમર્શિયલ કોમ્પ્લેકસમાં સુરક્ષા ઉપકરણ નથી તેમના પર તાત્કાલિક સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here