સુરતના આ પાટીદાર વેપારીએ ૨૬૧ દિકરીઓનું કર્યું કન્યાદાન અને દરેક દંપતીને આપ્યા પાંચ લાખ રૂપિયા

2
3851

મહેશભાઇ સવાણીના નામથી આજે ફક્ત સુરત જ નહીં પરંતુ દરેક ગુજરાતી પરિચિત જ હશે. તેઓ દર વર્ષે લોહી ના સંબંધો નહીં પરંતુ લાગણીના સંબંધોને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૨૬૧ દિકરીઓના લગ્ન કરાવશે. પિતા વગરની અનાથ દિકરીઓના તેઓ લગ્ન કરાવવાની સાથો સાથ તેમણે પાંચ લાખ રૂપિયા કરિયાવરમાં પણ આપશે. આવી દરિયાદિલી ફક્ત એક ગુજરાતી જ બતાવી શકે.

દર વર્ષે તેઓ આ રીતે પિતા વગરની અનાથ દિકરીઓના લગ્ન કરાવે છે અને લગ્ન કરાવ્યા બાદ તેઓ એક પિતા તરીકેની જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્ન દિકરીઓને ૫-૫ તોલા સોનું પણ આપવામાં આવે છે.

આ સમૂહ લગ્ન તેઓ જે દિકરીઓ અનાથ છે તેઓને લગ્ન માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. કેમ કે તેમની પાસે કુલ ૬૦૦ થી પણ વધારે અરજીઓ આવેલી હતી જેમાં તેમણે અનાથ અને પિતા વિહોણી એવી કુલ ૨૬૧ દિકરીઓના લગ્ન “લાડકડી” સમૂહલગ્ન પસંદ કરવામાં આવ્યા હતા

આ વર્ષે તેઓ કુલ ૨૬૧ દીકરીઓના લગ્ન કરાવ્યા છે, જેમાં ૬ મુસ્લિમ અને ૩ ઈસાઈ દિકરીઓનો પણ સમાવેશ થાય છે જે તેમની લાગણીનું એક ઊંચું ઉદાહરણ છે. મહેશભાઇ સવાણીએ અત્યાર સુધીમાં કુલ ૨૭૧૮ અનાથ દિકરીઓનું કન્યાદાન કરી ચૂક્યા છે. તેમના આ ભગીરથ કાર્યનું આ સતત ૧૦મુ વર્ષ છે.

કન્યાદાન કર્યા બાદ તેઓ કન્યાના પરિવારની તમામ જવાબદારી પણ પોતાના શિરે લે છે, જેમાં કન્યાના દીકરા દીકરીના ભણતરની જવાબદારી પણ તેઓ પોતાના શીરે લે છે. આ સિવાય તેઓ ફક્ત કન્યાઓનાં લગ્ન કરાવીને પોતાની જવાબદારી પૂરી નથી લેતા પરંતુ લગ્ન બાદ તેઓ પોતે ફોન કરીને બધા જ જમાઈને ફોન કરીને તેમના ખબરઅંતર પૂછતા રહે છે.

આ સમૂહ લગ્નમાં જે દીકરીઓ મુસ્લિમ છે તેમના લગ્ન તેમની વિધિ પ્રમાણે એટલે કે નિકાહ વિધિથી કરવામાં આવ્યા હતા અને બીજી અન્ય જ્ઞાતિની દિકરીઓના લગ્ન પણ તેમના રિતિરિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા.

સુરતમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વલ્લભભાઇ સવાણી સુરત શહેરમાં વલ્લભ ટોપીના નામથી જાણીતા છે. હીરાના વ્યવસાય બાદ તેમણે જમીન મકાન અને બંધકામના ક્ષેત્રમાં જંપલાવ્યું અને તેમાં પણ તેમણે અપાર સફળતા મળી. અત્યારે તેમના કામો તેમના સંતાનો સાંભળી રહ્યા છે, જેમાં પી.પી. સવાણી ગ્રુપનું સંચાલન મહેશભાઈ સવાણી દ્વારા કરવામાં આવે છે.

પિતા દ્વારા શરૂ કરવામાં આવેલા સમાજ કાર્યોને આજે મહેશભાઇ સવાણી જોરશોરથી આગળ વધારી રહ્યા છે. પિતા વિહોણી દિકરીઓના તેઓ કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર લગ્ન કરાવે છે. આ સમૂહ લગ્ન તેઓ લગ્નમાં આવેલા મહેમાનો માટે બસો દોડાવીને તેઓને લગ્નસ્થળ પર પહોચવાની વ્યવસ્થા પણ કરી આપે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here