સત્ય ઘટના : ૭૨ વર્ષ બાદ મળ્યા આ પતિ-પત્ની, સંબંધીઓએ કરાવી મુલાકાત

0
1091

લગ્ન કર્યા બાદ વ્યક્તિ એવું જ વિચારે છે કે તેનું જીવન બસ હવે તેના જીવનસાથી સાથે જ પસાર થાય. આપણાં ભારતીય સમાજમાં લોકો લગ્નને ૭ જન્મોનું બંધન પણ માને છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક સત્ય ઘટના ખૂબ જ વાઇરલ થઈ રહી છે. ૭૨ વર્ષ પહેલા એક દંપતી અલગ થયું હતું જે હવે મળ્યા છે.

આ વાત કેરળ રાજ્યની છે. નારાયણન નાંબિયર (૯૦ વર્ષ) અને તેમની પત્ની સારદા (૮૬ વર્ષ) ના લગ્ન ૧૯૪૬માં થયા હતા. ત્યારબાદ નારાયણને એક કૃષિ આંદોલનમાં ભાગ લીધો અને એ આંદોલન બાદ તેમને જેલ થઈ હતી. આ આંદોલનમાં નારાયણન સાથે તેમના પિતા રમન નાંબિયર પણ સાથે હતા. શરૂઆત તો આ બંને છુપાઈ ગયા હતા પરંતુ ત્યારબાદ તેને પોલિસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. તેમને પિતાને પણ જેલ થઈ હતી, જેલમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

જેલ થયાના ૮ વર્ષ બાદ તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે સારદાના બીજા લગ્ન તેમના ઘરવાળાઓએ કરી દીધા હતા. નારાયણન ૧૯૫૪માં જેલમાંથી છૂટયા હતા. તેમને જાણવા મળ્યું હતું કે સારદાના લગ્ન તેમના ઘરવાળા તરફથી બીજે કરી દેવામાં આવ્યા છે. પછી નારાયણનના પણ લગ્ન થઈ ગયા અને તેમને ૭ બાળકો પણ છે.

નારાયણનની ભત્રીજી સંથા દ્વારા તેની આ કહાની પર પુસ્તક પણ લખવામાં આવેલ છે. આ પુસ્તકનું નામ છે “૩૦ ડિસેમ્બર”, સારદાના દિકરાએ સંથાની મુલાકાત લીધી હતી. તેમણે સારદા અને નારાયણનની મુલાકાત ૭૨ વર્ષો બાદ કરાવી હતી. આ બંનેને કોઈ વાતનું દુખ નથી અને બંને એ ઘણા સમય સુધી વાતો કરી હતી. એકબીજાના દુખ દર્દો પણ શેયર કર્યા હતા. મને તો આ સત્ય ઘટના સાથે પ્રેમ થઈ ગયો, તમને શું લાગ્યું આ પ્રેમ કહૈ વિશે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here