સ્ત્રી (પત્ની) એટલે શું? હ્રદયસ્પર્શી વાત, બધુ જ કામ છોડીને જરૂરથી વાંચવું

1
5019

સ્ત્રી (પત્ની) એટલે શું? જો આ પ્રશ્નો જવાબ જોઈતો હોય તો આ આર્ટિક્લ આખો વાંચજો પછી તમારી જાતે જ નક્કી કરજો. તમારી આજુબાજુ તમને ઘણી બધી સ્ત્રી દેખાશે, તેમાં એક વાત કોમન હશે. તે પછી પત્ની સ્વરૂપે હોય કે બહેન કે માતા સ્વરૂપે હોય ફૅમિલીને ખૂબ જ સારી રીતે મેનેજ કરે છે. આ બધુ મેનેજ કરવાની આવડત અને શક્તિ ફક્ત સ્ત્રી પાસે જ છે. દરેક સ્ત્રીઓની લાઇફ એકબીજાથી જુદી છે, એમના વિચારો અને જીવન જીવવાનો રસ્તો પણ જુદો છે. સ્ટ્રેને જો ઘરમાં એક સ્વતંત્ર વાતાવરણ મળી રહે તો તે પોતાનું સ્ત્રીત્વ સારી રીતે માણી શકે છે.

ચા-કોફી, સવારનો નાસ્તો, દાળ-ભાત, શાક-રોટલી, થેપલા, ખિચડી, કઢી, ભાખરી, ઢેબરા, માખણ, મરચાં, ઢોસા, સૂકીભાજી, ખીચું, બટાકાવડા, આલુ પરોઠા, ઢોકળા, ઉપમા, ઇદડાં, પાવભાજી, કટલેસ, પાણીપુરી, દહી વડા, ભજીયા, ખમણ, જ્યુસ, સમોસા, ખાંડવી, પકોડા, સેન્ડવિચ, કચોરી, ગાંઠિયા, ફાફડા, જલેબી, લસ્સી, મિલ્કશેક, કેક, સૂપ, સલાડ, પીજા, વડાપાવ, દાબેલી, પેટીસ, સેવઉસળ, ચાઇનીજ, પંજાબી, મીઠાઇ, છાશ, મુખવાસ.

થાકી ગયાને વાંચીને? તો વિચાર તો કરો કે આ બધુ એ બનાવે છે. જો તમને વાંચવામાં થાક લાગતો હોય તો તેને તો આ બધુ બનાવવું છે. કેટલું લાંબુ લિસ્ટ છે આ મસ્ત મજાનું ખાવા પીવાનું, નહીં? પણ આ બધુ બનાવે છે કોણ? તમારી પત્ની, બરોબર ને? હવે તમે એક કામ કરો કે આ બધી વાનગીઓ ની એક એક પ્લેટની કિંમતનો સરવાળો કરો.

હવે આ સરવાળાને ચારની સંખ્યા વડે ગુણાકાર કરો (ઘરના એવરેજ સભ્યો), હવે એ રકમને ત્રણ વડે ગુણાકાર કરો (ત્રણ ટાઇમ જમવાનું). હવે આપણે કોઈ સામાન્ય હોટેલ કે રેસ્ટોરન્ટમાં તો જમવાનું પસંદ કરતાં નથી એટલે કોઈ સારી રેસ્ટોરન્ટની વાનગીઓ કિંમતને ધ્યાનમાં લઈને આ સરવાળો કરવો.

હવે એ સરવાળો કરતાં જે રકમ આવી તેની અડધી રકમનું પણ આપણે દર મહિને પત્નીનું લાઇફ ઇન્સ્યોરન્સ કે મેડિકલેમનું પ્રીમિયમ ભર્યું ખરું? તમારો જવાબ આવશે “ના”. કેમ તે કોઈ આવક લઈને ઘરમાં નથી આવતી એટલે અગત્યની નથી? કઈ વાંધો નહીં એ ના કર્યું હોય તો પણ શું તમે એટલી રકમનું પત્ની માટે ઈન્વેસ્ટમેન્ટ કર્યું કે કોઈ બચત યોજનામાં ખાતું ખોલાવ્યું? આમ પણ તમારો જવાબ હશે, “ના”.

જો ફક્ત પાંચ વર્ષ માટે પણ આટલી રકમ એકઠી કરો ને તો તમારી એ રાંધવાવાળી પત્નીને તમે વિદેશ ફરવા માટે લઈ જઈ શકો છો. જો તમને આ સરવાળા પર વિશ્વાસ ના આવતો હોય તો તેને પૂછી જુવો તેની ગણતરી તમારા કરતાં વધારે સારી હશે અને એ ફક્ત ત્રણ વર્ષના પૈસામાં જ વિદેશ ફરીને આવી શકાય એવું બજેટ ગોઠવી આપશે.

આવી બધી ગણતરી કરીને ઘરની સ્ત્રીની કિંમંત કરવાનું નથી કહેતા પરંતુ તેની કદર તો અવશ્ય થવી જોઈએ. અને જો તેની કદર ના કરી શકો તો તમે તેને લાયક નથી. આ બધુ કરી ના શકો તો કઈ નહીં પરંતુ તેનું અપમાન તો ના જ કરવું જોઈએ. આવું કરવાથી તેનું અને આપનું જીવન એક સફળ લગ્નજીવન બની રહેશે અને પછી જુવો કે આ કદરના કોળિયા કેવા મીઠા લાગે છે.

સ્ત્રીનું જીવન કિંમત થી કદર સુધીનું છે, અને જો તેની કદર નહીં કરો તો ઈશ્વર પણ તમારી કદર ક્યારેય નહીં કરે. સ્ત્રીના શરીર માંથી નીકળીને, સ્ત્રીના હાથમાં ઉછરીને, સ્ત્રીની જુવાની ખાઈને, જ્યારે પુરુષ તાકાતવર બની જાય છે ત્યારે સ્ત્રી તેને અક્કલ વિનાની, કમજોર અને અનપઢ જ નજર આવે છે. આ વાત દરેક પુરુષે ખાસ સમજવા જેવી છે અને જીવનમાં ઉતારીને અમલમાં પણ મૂકવાની જરૂર છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here