સોમનાથના મહાદેવ મંદિરનો ઇતિહાસ તથા તેની વિશેષતાઓ

1
3078

મિત્રો આજના આર્ટિકલમાં આપણે વાત કરીશું ગીરમાં આવેલું સોમનાથ મંદિર વિશે. તેનો ઇતિહાસ તેની વિશેષતા અને હાલમાં ત્યાં મંદિરમાં શું જોવા લાયક છે તેની વાતો કરીશું. ભારતમાં આવેલ બાર જ્યોતિર્લિંગો માંથી એક એટલે સોમનાથ મંદિર.

ગુજરાતમાં આ ભવ્ય મંદિર છે ઘણા વિદેશીઓ ના ખરાબ ઇરાદા થવાના કારણે પણ આ મંદિર અડીખમ રહે છે. આજથી બે હજાર વર્ષ પહેલા સોમનાથ મંદિર અસ્તિત્વમા આવ્યું હતું. 725 ની સાલ મા સિંધના આરબ તેની સેના લઈને આ મંદિરનો વિનાશ કર્યો. એ પછી પ્રતિહારના રાજાએ  લાલ પથ્થર વાપરીને તેનું ફરી નિર્માણ કર્યું. એ પછી મહમદ ગજનીને ત્યાંની મૂર્તિઓ અને ઘરેણાં ઓ ની લૂટ કરી અને ત્યાં ઘણા બધા શ્રદ્ધાળુઓની હત્યા કરી મંદિર નો  વિનાશ કર્યો.

માળવાના પરમાર રાજા ભોજ, પાટણના રાજા સોલંકીએ ફરી આ મંદિરનું નિર્માણ કર્યું. બારસો ની સાલમાં જ્યારે ગુજરાત પર હુમલો થયો ત્યારે ફરી આ મંદિરનો વિનાશ કરવામાં આવ્યો. આ મંદિરને ઘણી વખત તોડી પાડવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં 13 નવેમ્બરે તેને બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આજના સોમનાથ મંદિરનું સાતમી વખત નિર્માણ થયું છે જે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરનું નિર્માણ થયું તે જ સોમનાથ મંદિરની દેખરેખ પણ કરે છે. હાલના તેના દેખરેખ કરવાવાળા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હાલ ના ચેરમેન કેશુભાઈ પટેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ મંદિરના મંડળના પ્રથમ ચેરમેન હતા.

સોમનાથની ચારેય બાજુ બાર જ્યોતિર્લિંગ વિશે લખાણ કરેલું છે. ત્યાં ની બજાર માં કપડા અને બીજી ઘણી વસ્તુ મળી રહે છે. મંદિરની જમણી બાજુમાં વિશાળ દરિયાકિનારો છે. સોમનાથ મંદિર થી 3 થી 4 કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ આવેલો છે. તમે સોમનાથ મંદિર જાવ આ બધી જગ્યા એ જઈને જરૂર મજા માણો.

કોમેન્ટમાં જય સોમનાથ જરૂર લખજો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here