શું ઉનાળામાં તમે પણ એસી નો ઉપયોગ કરો છો તો જાણી લો તેના નુકશાન

0
840

ગરમી આવતાની સાથે ઓફિસ ઘર દરેક જગ્યાએ એસી ચાલુ થઈ જાય છે. ઘણા માણસોને તો રાત્રે એસી વગર ઊંઘ પણ નથી આવતી. પરંતુ શું તમે એ જાણો છો કે તમારી આદત તમારા શરીર માટે નુકશાન સાબિત થઈ શકે છે. આજે તમને જણાવીશું એસી થી થતુ નુકશાન.

  • ઓફિસ કે ઘરમાં આપણે જ્યારે એસીમાં હોઈએ છીએ ત્યારે ઘરના દરવાજા બંધ હોય છે અને તેથી બહાર નીકળતાંની સાથે બહારનું વાતાવરણ બદલાઈ જાય છે. અને શરીરને બદલવામાં થોડોક સમય લાગે છે તેથી બદલાતા તાપમાનને લીધે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે.

  • આખો દિવસ એસી માં રહેવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. એસી માં વધારે સમય બેસવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે અને તેથી મસલ્સમાં દુખાવો થાય છે.
  • એસી માં વધુ સમય બેસી રહેવાથી ત્વચા સુખી અને બીજાન થઈ જાય છે. તેની ઉપર ઘણું સંશોધન થયું છે અને કહેવામાં આવે છે કે ત્વચાની સાથે સાથે તમારા વાળ ઉપર પણ અસર પડે છે અને નુકશાન થાય છે.

  • એસી ના લીધે આંખોમાં ડ્રાયનેસ પણ વધે છે. અને જે માણસો કોન્ટેક્ટ લેન્સ લગાવે છે તેમને ડોક્ટરો પણ વધુ સમય એસીમાં રહેવાની ના પાડે છે. વધુ સમય એસી માં બેસવાથી આંખો માં થી પાણી આવવું આંખો લાલ થવી જેવા પ્રોબ્લેમ જોવા મળે છે.
  • વધુ એસીમાં રહેવાથી શરીરના સાંધાઓમાં દુખાવાનો પ્રોબ્લેમ થાય છે, તેમાં ઘૂંટણનો દુખાવો અને શરીર જકડાઈ જવું તેવી સમસ્યા વધુ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here