શું તમને એવું લાગે છે કે તમે સૌથી દુ:ખી વ્યક્તિ છો આ દુનિયામાં? તો આ સ્ટોરી જરૂરથી વાંચજો

0
1129

ઘણા માણસો પોતાના જીવનનુ દુઃખ બતાવે છે સમસ્યા બતાવે છે અને પૂછે છે કે અમે શું કરીએ, અમારા જીવનમાં ઘણા દુઃખની ઘણી સમસ્યાઓ છે. કેવી રીતે અમે આમાંથી બહાર આવીએ? દરેક માણસને એવું જ લાગે છે કે મારું જીવન સૌથી અઘરું છે. મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. એક સત્ય તમે જાણી લેવું દુઃખ તો દરેકના જીવનમાં આવે છે. પણ ઘણા માણસો તે દુઃખમાંથી બહાર જ નથી આવી શકતા. તેમનું મન જાણી દુઃખ સાથે જોડાઈ ગયું હોય.

ઘણા માણસોને આપણે જોયું છે કે એક જ વાતની વારંવાર રીપીટ કરે છે. કેટલા વર્ષ પહેલા અમારી જોડે આવું થયું અને તેથી અમે આજે આવવાના છીએ. એકની એક વાત વારંવાર રીપીટ કરે છે જૂની વાતો યાદ કરીને રડે છે. માણસો જિંદગી માં આગળ વધી નથી શકતા. જાણે તેમની જિંદગી ત્યાં જ રોકાઈ ગઈ હોય એક ચાર દીવાલોની વચ્ચે બસ એ જ તેમની જિંદગી બની જાય છે. તે જ વિચાર, તે વાતો, તે પરેશાની, એ જ વાતો પણ તેમનો મગજ રહે છે. પણ એટલું યાદ રાખવું કોઇપણ સુખ કે કોઈપણ દુઃખ એટલું મોટું નથી હોતું જેટલું તમે વિચારી વિચારીને તેને મોટું બનાવો છો.

જો કોઈ સમય સૌથી મોટું દુઃખ પણ આવે તો તેની પાછળ હિંમત તાકાત હોય છે. તે માણસ ગભરાતો નથી, તે એ જ કહે છે કે કંઈ વાંધો નથી જે થશે એ જોયું જશે, અને જે કમજોર માણસ હોય છે તે થોડું પણ દુઃખ આવે છે તો પણ ડરી જાય છે કે હવે શું કરશો આમ થશે તો શું થશે બસ આવા વિચાર કરે છે, અને ગભરાઈ જાય છે પણ એક વાત તમે સમજી લો દુઃખ અને સુખ તમારા વિચારોથી જ મોટા બને છે. તેમની અંદર એટલી શક્તિ નથી હોતી જેટલી શક્તિ તમે એની અંદર ઉમેરો છો એ વાતો વિશે વિચારી વિચારીને.

એક ગામમાં બે મિત્રો હતા તેમાંથી એક મિત્ર પોતાના અભ્યાસ માટે શહેરમાં ગયો તેને ત્યાં જ નોકરી મળી ગઈ અને ત્યાં જ લગ્ન કરી તે ત્યાં સ્થાયી થઈ ગયો. બીજો મિત્ર ગામમાં જ રહી ગયો બંને મિત્રો માં ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ શહેર વાળા મિત્રે ગામ વાડા મિત્રને પોતાના ઘરે બોલાવ્યો. તે શહેર વાળો મિત્ર પોતાના ગામવાળા મિત્રને તે બતાવવા માગતો હતો કે શહેરમાં કેટલી સુવિધાઓ છે જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેને અજીબ લાગ્યું કે આ કેવું ઘર છે કેટલું નાનું ઘર છે અને શહેરી મિત્ર ખૂબ જ ગર્વની સાથે તે પોતાનું ઘર બતાવતો હતો. શહેર વાળા મિત્રે ગામ વાળા મિત્રને ડાઈનીંગ ટેબલ ઉપર જમવાનું આપ્યું ગામવાળા મિત્રોએ કહ્યું કે આવી રીતે ખુરશી ઉપર બેસીને તમે કોઈ દિવસ ખાવા નથી ખાધું મને તો ખૂબ જ પરેશાની થાય છે આવી રીતે જમવા બેસતા. મને તો હંમેશા જમીન ઉપર બેસીને જમવાની આદત છે.

શહેર વાળા મિત્ર જે કંઈ પણ વસ્તુ બતાવો તો તેમાં ગામ વાળો મિત્ર પોતાને અનકમ્ફર્ટેબલ ફિલ થતું. જ્યારે રાત્રે ગામ વાડા મિત્રને સુવા માટે એક રૂમ આપ્યો અને તે રૂમમાં એસી ચાલુ કર્યું અને કહ્યું કેજો બહાર ગમે તેટલી ગરમી હોય પણ અમારા ઘરમાં એરકન્ડિશનર લગાવેલું છે તું આરામથી અહીં સુઈ જા અને તે ગામ વાડો મિત્ર આખી રાત ઠંડીમાં કાંપતો રહ્યો. અને સવારે પોતાના મિત્રને કહ્યા વગર જ તે ગામમાં જતો રહ્યો. શહેરી મિત્ર ખુબ જ પરેશાન થઈ ગયો કે મારો મિત્ર મને બતાવ્યા વગર કેમ ચાલ્યો ગયો. તે મિત્ર પોતાના ગામ પહોંચીને બધાને બતાવવા લાગ્યો કે મારો મિત્ર જે શહેરમાં રહે છે તે તો નરકમાં રહે છે. કેટલું નાનું તેનું ઘર છે અને કેટલું નાનું તેનું બાથરૂમ અને આખી રાત મને ઠંડા રૂમમાં સુવડાવ્યો. હું તો મરી જવાનો હતો ખૂબ જ મુશ્કેલી થી હું મારા જીવને બચાવીને આવ્યો છું.

શહેરની જિંદગીમાં ખૂબ જ દુઃખ છે ખબર નહીં કેવી રીતે મારો મિત્ર ત્યાં જીવે છે અને શહેરી મિત્રની થયું કે મારો મિત્ર ખબર નહીં કઈ વાતથી ખોટું લગાડીને અહીંથી ચાલ્યો ગયો. તે પોતાના મિત્રને મનાવવા માટે પાછો ગામમાં આવ્યો. તે પોતાની ગાડી લઈને જ્યારે ગામમાં આવ્યો ત્યારે ગામના ખાડાથી અને ગામના કાદવથી ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણે વિચાર્યું મારો મિત્ર અહીં કેવી રીતે રહે છે અહીં તો થોડાક થોડાક અંતરમાં ખાડા આવી જાય છે ગાડી પણ સરખી નથી ચાલતી અને તે આમાં કઈ રીતે રહે છે. જ્યારે તે પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે ખુબ જ પરેશાન થઈ ગયો. બહાર આંગણામાં જ ગાય-ભેંસો બાંધેલી હતી અને તે આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયો.

ગામ વાળા મિત્રે પોતાના શહેર વાળા મિત્ર એ જોઈને ખુશ થઈ ગયો અને પોતાના શહેર વાળા મિત્રને કહ્યું કે ચાલ હું તને બતાવુ કે કઈ રીતે જમવા બેસાય અને કહ્યું ચાલ જમીન ઉપર બેસી જા. જમીન ઉપર બેસીને જમવાનું ચાલુ કર. પેલો શહેરી મિત્ર જમીન ઉપર બેસે જ નથી શકતો કેમકે તેની આદત જ નહોતી. જમીન પર બેસીને જમવાની તે હંમેશાં ખુરશી ઉપર બેસતો હતો. ઘણી મુશ્કેલીથી તેણે જમવાનું ચાલુ કર્યું તેને જમવાનું જરાય પસંદ ન આવ્યું અને બોલ્યો આ કેવું જમવાનું છે આ કેવી રોટલી છે કે જે મારાથી ચાવી પણ નથી શકાતી. પછી તેના મિત્રે કહ્યું તે જમી લીધું છે ચાલ હવે હું તને એક ઝાડના છાયા નીચે સુવડાવું.

તે શહેરી મિત્ર અને એક ઝાડ નીચે લઈ આવ્યો અને કહ્યું કે અહીં તો સુઈ જા અને તે શહેરી મિત્ર અંદરથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તે બોલ્યો ઝાડની નીચે કેવી રીતે સુવાનું? આ પણ કોઈ જગ્યા છે સુવા માટે? શહેરી મિત્રે કહ્યું કે હું તો તને થોડા ટાઈમ માટે જ મળવા આવ્યો હતો અને હવે મારે પાછું જવું છે શહેરમાં મારે ઘણું બધું કામ છે. તે ત્યાંથી ખૂબ જ જલદી પોતાના શહેરમાં આવી ગયો અને પોતાની પત્નીને કહ્યું કે મારો મિત્ર તો નરક માં રહે છે. ગામવાળાઓ નું જીવન ખૂબ જ દુઃખી હોય છે, અને ગામવાળા મિત્રએ કહ્યું કે શહેરના લોકોનું જીવન નરક છે અને શહેરના મિત્રએ કહ્યું કે ગામવાળા માણસોનું જીવન નરક છે.

ગામના મિત્રે કહ્યું કે શહેરના માણસોનું જીવન ખૂબ જ દુઃખી છે અને શહેરના મિત્રે કહ્યું કે ગામવાળા નું જીવન ખૂબ જ દુઃખી છે. હવે આ બંને માંથી કોણ સાચું અને કોણ ખોટું પણ બંને પોતાની જગ્યાએ સાચા છે અને આવી જ આપણી જિંદગી છે આપણે આપણા જીવનની પરિસ્થિતિઓને કઈ રીતે દેખીએ છીએ. જો આપણે કોઈ પણ વાત વિશે એજ વિચાર શું કે ખૂબ જ મોટું દુઃખ છે ખૂબ જ મોટું દુઃખ છે તો આપણને દુઃખ મોઢું જ લાગશે અને જીવન પણ ખૂબ જ દુઃખમય લાગશે. જીવનમાં દરેક જગ્યાએ દુઃખ અને દુઃખ જોવા મળશે. જો આપણે જીવનમાં પોઝિટિવ વિચારવા લાગીએ કે કોઈ વાત નથી. ગમે તેવો સમય છે પણ એક દિવસ ચાલ્યો જશે. કોઈ વાંધો નથી જો કંઈ પણ ખરાબ થયું મારા સાથે. મને આનાથી પણ એક સબક મળ્યો છે અને આગળ જતા હું આ કામ નહિ કરું.

તો યાદ રાખવુ દુઃખ અને સુખ વાસ્તવમાં એટલા મોટા નથી જેટલા આપણે તેને વિચારી-વિચારીને મોટા બનાવી લઈએ છીએ.  જો તમે તમારા જીવનના દુઃખોને દૂર કરવા માંગો છો તો તે વિચારવાનું બંધ કરી દેવો કે મારા જીવનમાં દુઃખ અને દુઃખ જ છે. એ વિચારો કે મને જીવનમાં શુ મળ્યું છે. હું મારા જીવનમાં શું કરી શકુ છું. હું ધારું તો હંમેશા ખુશ રહી શકુ છું. ખરેખર એટલું દુઃખ નથી જીવનમાં કે જેટલું લોકો વિચારીને દુઃખી રહે છે. માણસો હસવાનું જ ભૂલી ગયા છે. માણસો ખુશ રહેવાનું પણ ભૂલી ગયા છે. હસી અને ખુશી તો જાણે દુનિયાની સૌથી મોંઘી વસ્તુ બની ગઈ હોય. તો તમે પણ જીવનમાં દુઃખ નો સાથ છોડી અને હસીના પક્ષમાં આવી જાઓ, ખુશીઓના પક્ષમાં આવી જાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here