શું તમે ક્યારેય મેગીની ભેળ બનાવી છે? નહીં, તો જાણો તેની રેસીપી

0
602

મેગી ભેળ બનાવવા માટે સૌપ્રથમ એલ્યુમિનિયમ કે નોનસ્ટીક કડાઈ લેવી અને તેમાં એક ચમચી તેલ નાખો. હવે તેમાં મેગીના નાના બે પેકેટ ભાગી ને નાખી દેવા. હવે તેને મીડીયમ ગેસ ઉપર સાંતળવા.

ચારથી પાંચ મિનિટ થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને સાંતળતા રહેવું. જો તમે મેગીના ખાતા હોય તો તેની જગ્યાએ તમે કોઈપણ ઇન્સ્ટન્ટ નૂડલ્સ નો ઉપયોગ કરી શકો છો. બ્રાઉન થઈ જાય તેના પછી ગેસ બંધ કરી અને તેને ઠંડુ થવા દેવું.

હવે એક બાઉલમાં ઠંડી થયેલી મેગીને કાઢી લેવી. હવે તેમાં બે ચમચી ઝીણા સમારેલા ટામેટા, બે ચમચી ડુંગળી અને બે ચમચી ગાજર, બે ચમચી કાકડી, ઝીણી સમારેલી અને તેમાં મેગીના મસાલાને પણ નાખવો. હવે તેમાં બે મોટી ચમચી ટોમેટો કેચપ નાખવો.

આમાં જો તમારે આમલી અને ખજૂરની ચટણી એડ કરવી હોય તો તે પણ કરી શકાય. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને સારી રીતે મિક્ષ કરી લેવું. બરાબર મિક્સ થઇ ગયા પછી તેમાં ઝીણા સમારેલા ધાણા નાંખવા અને તેની પણ મિક્સ કરી લેવા.

અને તે બરાબર મિક્સ થઇ જાય તેના પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લેવું અને તેને ઉપરથી થોડાક ધાણા નાખવા. તૈયાર છે મેગી ભેળ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here