શું તમે કોઈપણ મોબાઇલ નંબરની કોલ ડીટેલ જોવા માંગો છો? ચેક કરો કે તમારી પ્રિય વ્યક્તિ કોની સાથે વાત કરે છે

0
3896

જો તમે કોઈપણ નંબરની કોલ ડીટેલ ચેક કરવા માંગો છો તો તમને આ આર્ટિક્લમાં તમને એ જાણવા મળી જશે. તમે કોઈપણ નંબરની કોલ ડીટેલ જોઈ શકો છો એ પણ તમારા પોતાના મોબાઇલમાં. જેમ કે ઘણી વાર આપણી સાથે એવું બને કે આપણે કોઈ વ્યક્તિની કોલ ડીટેલ જાણવાની જરૂર પડે છે, કેમ કે કોઈ ફ્રેન્ડ હોય, કોઈ પરિવારનું સદસ્ય હોય કે પછી તમારી ગર્લફ્રેન્ડ હોય.

ઘણા લોકોની જરૂરિયાત હોય છે કે તેઓ તેમની કોલ ડીટેલ જુએ કે તેઓ ક્યાં ક્યાં વાત કરી રહ્યા છે. જો તમે આ બધુ જાણવા માંગો છો તો આ આર્ટિક્લને ધ્યાનથી અંત સુધી વાંચજો. આ આર્ટિક્લમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે કોઈપણ નંબરની કોલ ડીટેલ કાઢી શકો છો.

Mubble App_02

આપણે જાણીએ જ છીએ કે android નું ચલણ જ્યારથી વધ્યું છે ત્યારથી ગૂગલ પ્લે સ્ટોર પર કોલ ડીટેલ જોવા માટેની ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ થઈ રહી છે. ઘણી એપ્લિકેશન છે જે કામ નથી કરતી પરંતુ એવી પણ ઘણી એપ્લિકેશન છે કે જે કામ કરે છે. એટલે અમે તમારી માટે એવી એપ્લિકેશન શોધી લાવ્યા છીએ જે તમને કોલ ડીટેલ કાઢી આપવામાં મદદરૂપ થશે.

કોઈપણ મોબાઇલ નંબરની કોલ ડીટેલ કાઢવા માટે તમારે એ નંબર પરથી એકવાર OTP લેવો જરૂરી છે નહીં તો તમે એ વ્યક્તિની કોલ ડીટેલ નહીં જોઈ શકો. કેમ કે કોઈપણ telecome service provider દ્વારા ગ્રાહકોની અંગત જાણકારી શેયર કરવામાં નથી આવતી અને એ ગ્રાહકની અંગત માહિતી નથી દેખાડવામાં આવતી. કોલ ડીટેલ જાણવા માટેની બે રીતે છે.

  • Operator ની વેબસાઇટ અથવા તો એપ્લિકેશન
  • Third Party એપ્લિકેશન

Operator ની વેબસાઇટ પરથી કોલ ડીટેલ મેળવવા માટે તમારે તેની વેબસાઇટ પર જવું પડે છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પરથી તેની એપ્લિકેશન ડાઉનલોડ કરીને જે નંબરની કોલ ડીટેલ કાઢવા માંગો છો તે નંબર પરથી સાઇન ઇન કરવું પડે છે. ત્યારબાદ તેમાં my account નામના ઓપ્શનમાં તમને આ કોલ ડીટેલ બતાડવામાં આવશે કે આ નંબર પરથી કોને કોને અને ક્યારે વાત કરવામાં આવી છે અને કેટલા સમય માટે વાત કરવામાં આવી છે.

Mubble App_05

કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કોઈપણ નંબરની કોલ ડીટેલ જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માં ઘણી એપ્લિકેશન છે પણ એ થોડું મુશ્કેલ કામ છે પણ હું તમને અહી એક એપ્લિકેશન જણાવીશ જેમાં તમે કોલ ડીટેલ જોઈએ શકશો. આ એપ્લિકેશન છે Mubble App, આમ તો આ એપ્લિકેશન Recharge Plans & Prepaid Bill માટે બનાવવામાં આવી છે પરંતુ તેમાં કોલ ડીટેલ પણ જોઈ શકાય છે, કેમ કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો બહુજ સરળ છે.

આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની અમુક શરતો છે જેની બાદ જ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. સૌપ્રથમ તો તમારે ગૂગલ પ્લે સ્ટોર માંથી આ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી લેવાની રહેશે ત્યારબાદ ઇન્સ્ટોલ કરતાં સમયે બધી જ persmission ને allow કરવાની રહેશે.

Mubble App_01

હવે જે નંબરની તમે કોલ ડીટેલ જોવા માંગો છો તો મોબાઇલ નંબરને રજિસ્ટર કરવાનો રહેશે. રજીસ્ટર કરતાં સમયે તમારે તમારી ઈમેલ આઈડી પણ નાંખવાની રહેશે જેના પર તમે એ નંબરની કોલ ડીટેલ લેવા માંગો છો. સાથે જો તમે એ setup પણ કરો છો કે ક્યાં સમયે તમારે ઈમેલ મેળવવા માંગો છો તો એ પણ સેટ કરી શકો છો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here