શું તમે જાણો છો કે આ હેલ્પલાઇન મહિલાઓ માટે કેટલી ઉપયોગી છે? મહિલાઓ માટે છે એમાં ઉપયોગી ટીપ્સ

0
838

સરકાર દ્વારા મહિલાઓને સામાજિક – આર્થિક પ્રવાહમાં સામેલ કરવા માટે ગુજરાત મહિલા બાળ વિકાસ તરફથી 2004 નાં વર્ષમાં gender resource centre ની રચના કરવામાં આવી છે. જેને  ” અભયમ- અભયમ મહિલા હેલ્પલાઈન નામ આપવામાં આવ્યું છે.

કઇ રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે આ હેલ્પલાઇન ?

  • ઘરેલુ હિંસા, છેડતી, માનસિક અને શારીરિક શોષણ સહિતનાં વિવિધ કેસોમાં મહિલાઓને માર્ગદર્શક બને છે.
  • મહિલાલક્ષી વિવિધ યોજનાઓની મહિલાઓને માહિતી પૂરી પાડવામાં આવે છે.
  • ઘરેલું કે અન્ય પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાઓને અભય હેલ્પલાઇન 181 નંબર મારફતે તાત્કાલિક મદદ મળી રહે છે. જરૂરી કેસમાં 181 રેસ્ક્યુ વાન  એ મહિલાની વહારે આવી જાય છે.
  • ભોગ બનનાર મહિલાને તાલિમ પામેલા કાઉન્સેલર દ્વારા લાંબાગાળાની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે.
  • મહિલાઓને આનાં થકી કાનુની જોગવાઇઓની પ્રાથમિક માહિતી મળી શકે છે. સાયબર ક્રાઇમ જેવાંકે ટેલીફોન ટોકીંગ, ચેટિંગ, ઇન્ટરનેટ વગેરે કિસ્સામાં મહિલાઓને ખૂબજ ઉપયોગી બને છે.
  • ભોગ બનનાર મહિલા આ સેવાથી સંતુષ્ટ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે જેન્ડર રિસોર્સ ખાતે ઓફિસ ખોલવામાં આવી છે. જેનું નિયમિત ફોલોઅપ કરવામાં આવે છે.
  • આ ઉપરાંત મહિલાને બીજા અનેક ફાયદા પ્રાપ્ત થાય છે.  આંતરરાષ્ટ્રીય સંસ્થા- WHO – દ્વારા પણ સરકારની આ કામગીરીને બિરદાવાઇ છે.

ભોગ બનનાર મહિલા એ આનો લાભ અને મદદ મેળવવા માટે શું કરવું જોઈએ એ પણ સાથોસાથ જાણીએ.

એન્ડ્રોઇડ બેઝ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી મહિલાઓને માટે 181 abhyam એપ્લિકેશન લોંચ કરવામાં આવી છે. જોકે, સાદાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી મહિલાઓ પણ પોતાનાં ફોન થકી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે એવી જોગવાઇ રાખવામાં આવી છે.  હેલ્પલાઇન નિ:શુલ્ક છે. મતલબ ટોલ ફ્રી હોવાથી મહિલાઓ બેધડક સંપર્ક કરી શકે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં અનેક અભયમ રેસ્કયુવાન કાર્યરત છે.

મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કોણ અને કઇ રીતે કરી શકે છે એ પણ જાણો.

કોઇ પણ ઉંમરની કન્યા – યુવતી કે મહિલા. જો ભોગ બનનાર મહિલા સેવા લેવામાં ખચકાટ અનૂભવતી હોય તો તે  પોતાનાં ખાસ ભરોસાપાત્ર પુરૂષનો સહારો લઈ શકે છે. એવું નથી કે, માત્ર ગુજરાતી મહિલાને આ લાભ મળે છે. ગુજરાતમાં વસવાટ કરતી અન્ય પ્રાંતની મહિલાઓ પણ આ સેવાનો લાભ લઈ શકે છે.

ખાસ બાબત : મહિલાને જરૂરી સેવા મળી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઈન + મહિલા + સેવાકીય સંસ્થા વચ્ચે કોન્ફરન્સ કોલથી જોડાણ કરવામાં આવેલ છે. જો તમને લાગતું હોય કે આ સેવા મહિલાઓને ઉપયોગી છે તો તમે આ લેખ વાંચીને ભોગ બનેલી અન્ય મહિલાને મદદ કરી શકો છો.

લેખન : મહેન્દ્ર સંઘાણી (સુરત – વરીષ્ઠ પત્રકાર)

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here